SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ SS મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૪) આવત્સહિ, આવત્સહિ ઉચ્ચારણ કરી ઉપાશ્રયની બહાર નીકળવું. (૫) ગોચરી લઈ આવતી વખતે નિસ્સહિ, નિસ્સહિ ઉચ્ચારણ કરી વિનયયુક્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૬) ભૂમિ પ્રમાર્જન કરી આહાર રાખવો, ગુરુને દેખાડવો. (૭) જોળીનું પ્રતિલેખન કરવું. (૮) આવશ્યક સામગ્રી અને આસન તેમજ ભાજન (માત્રક) લઈ બેસવું. (૯) તસ્ય ઉત્તરીનો પાઠ બોલી ઇરિયાવહિનો કાયોત્સર્ગ કરવો તથા ગોચરીના ઘરોને યાદ કરીને ક્રમશઃ અતિચારોનું ચિંતન કરવું. (૧૦) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૧) ગોયરષ્ણચરિયાનો પાઠ ઉચ્ચારણ કરવો. (૧૨) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી કહો નહિં અસીવMી... આ ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૩) કાયોત્સર્ગ પૂર્ણ કરી લોગસ્સનો પાઠ પ્રગટપણે બોલવો. (૧૪) સ્વાધ્યાય કરવો. (૧૫) વિશ્રાંતિ કર્યા પછી ભાવપૂર્વક અન્ય મુનિવરોને આહાર નિમંત્રણ કરવું. કોઈ લે તો સહર્ષ દેવું. (૧) જ્ઞાતા સૂત્રમાં કહેલા બેદાંતોનું ચિંતન કરી આહાર કરવો. ૧. પિતા-પુત્રોએ અટવીમાં ફસાઈ જવાથી પ્રાણ રક્ષાર્થે ઉદાસીનતાપૂર્વક મૃત પુત્રીના શરીરનો આહાર કર્યો તેવી ગ્લાનિ તેમજ ઉદાસીનતાથી શરીર સંરક્ષણાર્થે આહાર કરવો અર્થાત્ આહાર કરવામાં જરા પણ આનંદ ન માનવો ૨. પુત્ર ઘાતક વિજય ચોરને ધન્ના શેઠ દ્વારા પોતાના આહારમાંથી દેવાની જેમ પૂર્ણ લાચારી તેમજ વિવશતા સાથે આહાર કરવો. સંયમ ક્રિયા, તેમજ જ્ઞાન તથા ચિત્ત સમાધિ માટે શરીરને આહાર પુદ્ગલ દેવા જરૂરી બની જાય છે, એવી વૃત્તિથી આહાર કરવો. (૧૭) માંડલાના દોષ ટાળવા માટે સ્મૃતિમાં લેવું. યથા– ૧. સ્વાદ વૃદ્ધિ માટે સંયોગ ન મેળવવા ૨. આહારની પ્રશંસા-નિંદા ન કરવી ૩. આહાર નિમિત્તે આનંદિત કેખિન્ન ન થવું. ભૂખથી ઓછું ખાવુંપ, અતિ ધીરે ન ખાવું. ઉતાવળ થી પણ ન ખાવું. સુખાસને બેસવું ૭. આહાર નીચે જમીન પર ઢોળવો નહિ. ૮. મોઢેથી ચવચવ, સુડસુડ અવાજ ન કરવો ૯. ખાદ્ય પદાર્થને પૂર્ણ ચાવવો, તેમજ મોઢામાં રસ થઈ જાય પછી જ ઉતારવો. (૧૮) મરવિર વાવિ... અને મતોને ન રહે ...આ બન્ને ગાથાઓનું ઉચ્ચારણ મનન કરી પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર ગણવા. ત્યાર પછી મૌન વ્રત લઈ આહાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy