SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ન કરીને અથવા અન્ય કોઈ પણ પ્રકારે માયા-કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઇચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા ઇચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે, આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાતુ સંસ્તવ દોષ છે.(૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (૨૯) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩૨) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહણૈષણાના)૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે ૧૯૮ (૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં ? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે ? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ(સંઘટ્ટો) થયો કે નહીં ? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે. (૩૪) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે કૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તેને લેવી તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, દાતા તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ધ વ્યક્તિ, પૂરા મહીનાવાળી ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં-કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ, જેમ કે— મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તેમજ ધોવણ પાણી અથવા ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી વગેરે પૃથ્વીકાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેના દ્વારા ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International '
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy