SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નિષેધ કરેલ સમયે સ્વાધ્યાય કરવાથી પણ પ્રાયશ્ચિત્ત આવે છે. તે જ રીતે પ્રમાર્જન (પંજવા સંબંધી) પ્રતિક્રમણ પણ આ સૂત્રથી થાય છે. તેત્રીસ બોલ પ્રતિક્રમણ સૂત્ર - (૧) સાધુ આચારના અનેક પ્રકીર્ણકવિષયોને અહિંયા ૧થી ૩૩ સુધીની સંખ્યાના (આધારે) સંગ્રહ કરેલ છે. (૨) આ બધા જ બોલોમાં કહેવામાં આવેલ આચારના વિધિ નિષેધરૂપવિષયોમાં કોઈ પ્રકારની અલના થઈ હોય, અતિચાર દોષ લાગ્યા હોયતો તેનું ચિંતન-સ્મરણ કરી આ સૂત્રથી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૩) વિધિરૂપ વિષય- સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની ૯ વાડ, યતિ ધર્મ, પડિમાઓ શ્રમણની તથા શ્રાવકની, પચ્ચીસ ભાવના, સત્તાવીસ અણગાર ગુણ, અઠ્યાવીસ આચાર પ્રકલ્પ તથા બત્રીસ યોગ સંગ્રહ આદિ. (૪) નિષેધરૂપ વિષય- અસંયમ, દંડ, બંધ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામગુણ, ભય, મદ, ક્રિયાસ્થાન, અબ્રહ્મ, સબળ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ બંધ સ્થાન, તેત્રીસ આશાતના. (૫) શેય વિશેય વિવેક રૂપ વિષયકાયા, ઇલેશ્યા, જીવના ચૌદ ભેદ, પરમાધામી, સૂયગડાંગ સૂત્રના અધ્યયનો, જ્ઞાતા સૂત્રના અધ્યયનો, ત્રણ છેદ સૂત્રોના ઉદ્દેશક(અધ્યયન), રર પરીષહ, ૨૪ દેવતા, ૩૧ ભેદ સિદ્ધોના. આ ભેદ તથા અધ્યયન જાણવા યોગ્ય તેમજ વિવેક કરવા યોગ્ય છે. (૬) ઉભય- ચાર ધ્યાનમાં બે ધ્યાન વિધિરૂપ છે, બે ધ્યાન નિષેધરૂપ છે. આ પ્રકારે તેત્રીસ બોલ સુધી સમગ્ર આચારના સંગ્રહિત વિષયોમાં જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આચરણ કરવા યોગ્યનું આચરણ ન કર્યું હોય, ત્યાગવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય, વિવેક કરવા યોગ્યનો વિવેક ન કર્યો હોય, સહન કરવા યોગ્યને સહન ન કર્યું હોય ઈત્યાદિ સાધકની વિવિધ ભૂલોનું અને કર્તવ્યોનું જ્ઞાન કરાવનાર આ તેત્રીસ બોલનું સૂત્ર છે. આ બોલોના વિસ્તાર માટે જુઓ પૃષ્ટ ૨૦૭ માં. નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન અને પ્રતિક્રમણ સૂત્ર - (૧) આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચન એટલે વીતરાગ ધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. ૨૪ તીર્થકરોને તથા સમસ્ત શ્રમણ ગુણ યુક્ત મહાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ પોતાની શ્રદ્ધા, સંયમની પ્રતિજ્ઞા તથા પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. (૨) આ વીતરાગ ધર્મ સત્ય, અનુત્તર, શ્રેષ્ઠ, હિતાવહ, મુક્તિદાતા તથા સમસ્ત દુઃખોથી છોડાવનાર છે. આ ધર્મના આચરણ તથા શ્રદ્ધામાં સ્થિત પ્રાણી એક દિવસ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. (૩) તેથી આ ધર્મની અંતરમનથી સમજપૂર્વક શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવી જોઈએ તથા લગનીપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy