SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગઃ તપ સ્વરૂપ ૨૧૩ (૧૯-૨૦) ગુરુ આદિના બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અથવા ઉદ્ધતાઈ પૂર્વક અવિનયથી બોલે. (ર૧) ગુરુના બોલાવ્યા પર રોષયુક્ત બોલે કે શું કહો છો? શું છે? (રર) શિષ્ય ગુરુ આદિને તું તું એવા તુચ્છ શબ્દ કહે. (૨૩) શિક્ષા અથવા સેવા કાર્ય બતાવવાથી કહે કે એવું તો આપ જ કરી લ્યો અથવા આપ જ કેમ કરી લેતા નથી? (૨૪) ગુરુ આદિધર્મોપદેશ દઈ રહ્યા હોય તો તેને સારો ન સમજે, (રૂડો ન માને) માન્ય ન કરે. (રપ) ધર્મકથા કરતાં સમયે ગુરુ આદિને કહે આપને આ યાદ નથી. (ર) ધર્મકથા કરતાં સમયે ગુરુની અથવા પરિષદની લીંક(એકાગ્રતા) તોડે. (૨૭) શ્રોતાજનને ઉપદેશથી ખિન્ન કરે. (૨૮) ગુરુના કહેલા ઉપદેશને ફરી વિસ્તારથી પોતે કહે. (૨૯) ગુરુના આસન અથવા ઉપકરણને પગ લાગી જવાથી તેનો ખેદ પ્રગટ કર્યા વિના અથવા અનુનય, વિનય કે શિષ્ટતા કર્યા વિના જ ચાલ્યો જાય. (૩૦) ગુરુના કીધાંવિના તેના શય્યા આસન ઉપર બેસે, સૂએ અથવા ઉભો રહે. (૩૧) શિષ્ય ગુરુથી ઊંચા આસન ઉપર બેસે, સૂએ અથવા ગુરુથી પોતાને વિશેષ(ઊંચો) માને અથવા અવિવેક કરે. (૩ર) શિષ્ય ગુરુની બરાબરીમાં બેસે, સૂએ, ઊભો રહે અર્થાત્ તેની બરાબરી કરે અથવા અવિવેક કરે. (૩૩) ગુરુ આદિનાં કાંઈપણ કહેવા પર દૂર રહીને જ કે પોતાના આસન પર અવિવેકયુક્ત બેઠાં-બેઠાં સાંભળે, ઉત્તર દે, વિનયપૂર્વક નજીક આવીને ન બોલે. બીજા પ્રકારની તેત્રીસ અશાતના :- (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) સાધ્વી (૭) શ્રાવક (૮) શ્રાવિકા (૯) દેવ (૧૦) દેવી (૧૧) આ લોક (૧૨) પરલોક (૧૩) કેવલી પ્રરૂપિત ધર્મ (૧૪) દેવ મનુષ્યમય લોક (૧૫) સર્વ પ્રાણી (૧૬) કાળ (૧૭) શ્રત (૧૮) ગણધર (૧૯) વાચનાચાર્ય. આ ઓગણીસની આશાતના. શેષ ૧૪ જ્ઞાનના અતિચારોનું સંકલન સમજવું જોઈએ. આ પ્રકારે ૧૯ + ૧૪ = ૩૩ અશાતના વ્યાખ્યાકારે પહેલાં ગુરુશિષ્યની ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કરીને પછી અરિહંત આદિ ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કર્યું છે. આવશ્યક સૂત્રમાં શ્રમણસૂત્રના ચોથા પાઠમાં તેનીસ બોલ છે. તેમાં સાત કે આઠ સુધી બોલોના ખુલાસા છે ત્યાર પછીની સંખ્યાના બોલોનું સૂચનમાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy