________________
૭૪ |
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત,
(અમનોજ્ઞ, રુક્ષ, નીરસ)ને પરઠી દેવું; આવું કરવું સાધુને કહ્યું નહિ. (૪) અધિક આહાર આવી જાય તો અન્ય સાધુઓને નિમંત્રણ કર્યા વિના મનોજ્ઞ આહાર ન પરઠવો જોઈએ. (૫) કોઈની નિશ્રાના આહારને કે એના નિમિત્તે બનાવેલો આહાર એને પૂછ્યા વિના બીજા દ્વારા ન લેવો. દશમો ઉદ્દેશક – (૧) ભિક્ષામાં મળેલા સામાન્ય આહારમાંથી કોઈને આપવામાં પોતાની ઇચ્છાનુસાર વર્તન ન કરવું જોઈએ પરંતુ તે સહવર્તી ભિક્ષુઓની આજ્ઞા લઈને જ કોઈને આપવા. (૨) વ્યક્તિગત ગોચરી હોય તો આહાર બતાવવામાં નિષ્કપટભાવ રાખવો. (૩) ઇક્ષુ આદિ બહુ ઉજિઝત ધર્મા(જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું) એવા પદાર્થો ન લેવા જોઈએ. (૪) ભૂલથી કોઈ અચેત પદાર્થ ગ્રહણ કર્યો હોય તો પુનઃ દાતાની આજ્ઞા પ્રાપ્ત કરીને તેને વાપરવો. જો અનુપયોગી હોય તો પાછો આપી દેવો. અગિયારમો ઉદ્દેશક :- (૧) કોઈ રોગી ભિક્ષુને માટે લાવવામાં આવેલા આહારમાં નિઃસ્વાર્થવૃત્તિ રાખવી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવી. (૨) ભોજન સંબંધી ૭ અભિગ્રહ(પિડેષણા) છે– ૧. સલેપ હાથ વગેરેથી લેવું ૨. અલેપ હાથ આદિથી લેવું ૩. મૂળ વાસણમાંથી લેવું ૪. અલેપ્ય પદાર્થ લેવા ૫. અન્ય પીરસવા આદિના વાસણમાંથી લેવું . ભોજન કરનારની થાળીમાંથી લેવું ૭. ફેંકી દેવા યોગ્ય આહાર લેવો. આ જ પ્રકારે સાત પાણેષણા જાણવી.
આ બીજ અધ્યયન આ અધ્યયનમાં ઉપાશ્રય સંબંધિત વર્ણન છે. (૧) લીલું ઘાસ, બીજ, અગ્નિ અને જળ તથા ત્રસ જીવ, કીડી, મંકોડા આદિથી યુક્ત સ્થાનમાં ન રોકાવું. (૨) જૈન સાધુઓના ઉદ્દેશથી અથવા ગણતરી યુક્ત ઉદ્દેશથી બનાવાયેલ સ્થાનમાં ન ઉતરવું. (૩) ક્રીદોષ અને નાના-મોટા સુધારા-વધારાથી યુક્ત કાર્યસાધુના માટે કરવામાં આવેલ હોય તો એવા સ્થાનમાં ન રહેવું. ગૃહસ્થના ઉપયોગમાં આવી જાય તો કીત કે પરિકર્મયુક્ત બધા ઉપાશ્રય કલ્પનીય કહેવાય છે. (૪) જમીનથી ઊંચા અને ચારે તરફ ખુલ્લા આકાશવાળા સ્થાનોમાં ન રહેવું. (૫) સપરિવાર ગૃહસ્થના મકાનોમાં અથવા ધન-સંપત્તિયુક્ત સ્થાનોમાંન રહેવું.
+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org