________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
યુક્ત સ્થાનમાં ક્ષેત્ર સીમાની સ્પષ્ટતા કરીને આજ્ઞા લેવી અથવા શય્યાદાતા જેટલા સ્થાનની આજ્ઞા આપે એટલા જ સ્થાનનો ઉપયોગ કરવો. (૪) પ્રત્યેક આવશ્યક વસ્તુઓની સમયસર ફરીને આજ્ઞા લેવાની પ્રવૃત્તિ અને અભ્યાસ રાખવો. (૫) સહચારી સાધુઓના ઉપકરણ-આદિની આજ્ઞા લઈને પછી જ તેને ગ્રહણ કરવા. ચોથા મહાવ્રતની પાંચ ભાવના :– (૧) સ્ત્રી સંબંધી રાગજનક વાતો ન કરવી (૨) સ્ત્રીના મનોહર અંગોનું રાગ ભાવથી અવલોકન ન કરવું (૩) પૂર્વ જીવનનું, એશ-આરામનું સ્મરણ ચિંતન ન કરવું (૪) અતિ ભોજન અથવા સરસ ભોજન ન કરવું (પ) સ્ત્રી-પશુ આદિ રહિત ઉપાશ્રયમાં રહેવું.
૨
પાંચમા મહાવ્રતની પાંચ ભાવના :– (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ. આ પાંચ વિષયોનો સંયોગ ન કરવો અને સ્વાભાવિક સંયોગ થવા પર રાગ ભાવ કે આસક્તિ ભાવ ન રાખવો.
સોળમું અધ્યયન
આ ‘વિમુક્તિ’ નામનું અંતિમ અધ્યયન છે. આમાં મોક્ષ પ્રાપ્તિની પ્રેરણા અને તેના ઉપાયો સૂચિત કર્યા છે.
(૧) અનિત્ય ભાવનાથી ભાવિત થઈને (ભાવતાં-ભાવતાં) આરંભપરિગ્રહનો ત્યાગ કરવો. (૨) હીલના વચન આદિ કઠોર શબ્દરૂપી તીરોને સંગ્રામશીર્ષ હાથીની સમાન સહન કરવાં. (૩) તૃષ્ણા રહિત થઈને ધ્યાન કરવું કે જેનાથી તપમાં, પ્રજ્ઞામાં અને યશમાં વૃદ્ધિ થાય. (૪) કલ્યાણકારી મહાવ્રતોનું યથાવત્ પાલન કરવું. (૫) ક્યાંય પણ રાગ ભાવ ન રાખવો. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. પૂજા-પ્રતિષ્ઠાની ચાહના ન રાખવી.
(૬) આવા સાધકનાં કર્મમેલ, જેમ અગ્નિથી ચાંદીનો મેલ સાફ થાય છે તેમ સાફ થઈ જાય છે.
(૭) સાધકોએ સદા આશાઓનો ત્યાગ કરવો જોઈએ. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મમતા આદિનો ત્યાગ કરનાર દુઃખ શય્યાથી મુક્ત થઈ જાય છે. (૮) દુષ્કર સમુદ્ર સમાન સંસાર સાગરને મુનિ તરી જાય છે. (૯) બંધ-વિમોક્ષનું સ્વરૂપ જાણીને મુનિ મુક્ત થઈ જાય છે. (૧૦) જેમને આ લોક-પરલોકમાં કિંચિત્ પણ રાગ-ભાવનું બંધન નથી, તે સંસાર-પ્રપંચથી મુક્ત થઈ જાય છે. ઉપસંહાર :- લિપિ-કાળમાં થયેલા અનેક પ્રકારનાં ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર સંબંધી સંપાદનોને લીધે ઐતિહાસિક ભ્રમપૂર્ણ કલ્પિત ઉલ્લેખોને કારણે અને અનેક ઇતિહાસકારોના વ્યક્તિગત ચિંતનના પ્રચારને લીધે આ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના મૌલિક સ્વરૂપના વિષયમાં અનેક વિકલ્પો અને પ્રશ્નાર્થ છે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org