SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–માં શ્રાવકને છઠ્ઠી પડિમા ધારણ કરવામાં રાત્રિ ભોજનનો પૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. તેની પૂર્વ અવસ્થાઓમાં પણ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ પરંતુ ત્યાં સુધી ઐચ્છિક છે અને છઠ્ઠી પ્રતિમાથી લઈ અગ્યારમી પ્રતિમા સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. અન્ય ગ્રંથોમાં : (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ૩૮૩માં– રાત્રિભોજન ત્યાગને ૬ મહિનાના ઉપવાસ તુલ્ય બતાવવામાં આવેલ છે. ५४ (૨) મહાભારતના શાન્તિપર્વમાં– નરકમાં જવાના ચાર બોલ કહેલ છે, જેમાં પ્રથમ બોલથી રાત્રિભોજનને નરકમાં જવાનું કારણ કહેલ છે બાકીના ત્રણ કારણોમાં નરક ગમનના આ કારણો છે– ૧. પર સ્ત્રી ગમન ૨. આચાર- અથાણા ખાવા ૩. કંદમૂળ ભક્ષણ.(આગમમાં ચાર કારણ જુદા છે.) (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અ—૩માં કહેવામાં આવેલ છે કે રાત્રે ખાનાર મનુષ્ય ઘુવડ, કાગડો, ગીધ, સૂકર, સર્પ અને વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહેવામાં આવેલ છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રે શ્રાદ્ધ્ કરવું જોઈએ નહિ. (૫) યોગશાસ્ત્ર અ—૩માં કહેવામાં આવેલ છે કે– નિત્ય રાત્રિભોજન ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થ યાત્રાનું ફળ મળે છે. આહિત, સ્નાન, દેવતા પૂજન, દાન, શ્રાદ્ધ તેમજ ભોજન રાત્રિએ કરવામાં આવતા નથી. કીટ, પતંગ આદિ અનેક સત્ત્વોનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિંદિત છે. (૬) માર્કડેય મુનિએ તો રાત્રે પાણી પીવું લોહી સમાન અને ખાવું માંસ સમાન કહી દીધેલ છે. (૭) બૌદ્ધ મતના ‘મજ્જમેનિકાય’ તેમજ ‘લકુટિકોપમ સુત્ત’માં રાત્રિ ભોજનનો નિષેધ કર્યો છે. (૮) હેમચન્દ્રાચાર્ય એ દિવસે અને રાત્રે કોઈ રોકટોક વિના ખાનારને 'શિંગડા અને પૂંછડા વગરના જાનવર' હોવાનું સૂચિત કરેલ છે. જીવન શિક્ષાઓ : (૧) રાત્રે ઘણા નાના-નાના જીવો દેખાતા નથી, તે ખાવામાં આવી જાય તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. (૨) અનેક પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી, કહ્યું પણ છે કે વિડી, મેડી, ગાતા, રાત ઘુળ નહી નાય ! नरदेहधारी जीव तुं, रात पड्या क्यों खाय ? (૩) રાત્રે અંધકાર હોય છે, અંધકારમાં જો ભોજન સાથે કીડી ખાવામાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy