SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ફ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્રનો સારાંશ (૭) મુનિ પાંચ આશ્રવોના ત્યાગી, છ કાયના રક્ષક, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર હોય છે. (૮) સુસમાધિવત મુનિ ગ્રીષ્મૠતુમાં આતાપના લે છે, શીતકાળમાં નિર્વસ્ત્ર રહે છે અને વર્ષાઋતુમાં પ્રવૃત્તિને સંકોચ કરી એક સ્થાન પર રહે છે. (૯) તેઓ દુષ્કર સંયમ તપનું પાલન કરીને, પરીષહ ઉપસર્ગ સહન કરીને, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે. ચોથા અધ્યયનનો સારાંશ આ અધ્યયનમાં છ કાયનું તેમજ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું વિસ્તૃત સ્વરૂપ બતાવેલ છે. તેમજ આ વિષયમાં ભિક્ષુની પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની વિધિ કહી છે. આ સંપૂર્ણ અધ્યયનનું ઉચ્ચારણ કરીને નવદીક્ષિત ભિક્ષુને મહાવ્રતારોપણ-વડી દીક્ષા દેવામાં આવે છે. (૧) સૂક્ષ્મ તથા સ્થૂલ બધા જ પ્રકારની હિંસા, જૂઠ, અદત્ત, કુશીલ, પરિગ્રહ અને રાત્રિ ભોજનનું મન, વચન અને કાયાથી સેવન કરવું, કરાવવું કે અનુમોદન કરવું, ભિક્ષુ તેનો જીવન પર્યંત ત્યાગ કરી પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (ર) વાયુ સિવાય ચાર સ્થાવર અને ત્રસ કાયની સંપૂર્ણ હિંસાનો ત્યાગ કરી, તે પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (૩) વાયુકાયની અપેક્ષા- ૧. ફૂંક મારવી અને ૨. હવા નાંખવાનો તે ત્યાગ કરે છે. બાકીની પ્રવૃત્તિમાં તે ચાલવું, ઊઠવું, બેસવું, બોલવું, ખાવું, સૂવું આદિયતનાથી સાવધાનીથી અર્થાત્ વેગ રહિત, શાન્તિથી કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બને છે. (૪) નાડીના સ્પંદન માત્રથી પણ વાયુકાયના જીવોની હિંસા થાય છે, તેથી ઉપરોક્ત અપેક્ષાથી ભિક્ષુને વાયુકાય સંબંધી પ્રતિજ્ઞા જીવન પર્યંતની હોય છે. (૫) આ બધી જ પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરવામાં તેના સ્વયંનું એટલે આત્મકલ્યાણનું પ્રયોજન હોય છે. જનકલ્યાણએ સંયમ-ગ્રહણનું પ્રયોજન હોતું નથી. તે તો તેની સંયમ યોગરૂપ સ્વાધ્યાય પ્રવૃત્તિ છે. (૬) સંયમ પાલન કરવામાં– સંયમ સંબંધી બધી વિધિઓનું, જીવ-અજીવ આદિ તત્ત્વોનું જ્ઞાન કરવું, ચિંતન કરવું અને અનુભવ કરવો અત્યંત આવશ્યક છે, તેના માટે સૂચિત ગાથાનો ભાવ હિન્દી પદ્યમાં આ પ્રકારે છે. प्रथम ज्ञान पीछे क्रिया, यह जिनमत का सार ज्ञान सहित क्रिया करे, तो उतरे भव पार ॥१॥ (૭) જ્ઞાન વિના હિત-અહિતનો, કર્તવ્યાકર્તવ્યનો બોધ થતો નથી, કર્મ બંધ અને નિર્જરાનું જ્ઞાન પણ થતું નથી, જે હોવું સાધનામાં આવશ્યક છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy