SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૮) સુખશીલ, નિદ્રાશીલ, પ્રક્ષાલન(ધોવાની)પ્રવૃતિ કરનાર સાધુની સતિ થવી દુર્લભ છે. 34 (૯) તપ-ગુણોની પ્રધાનતાવાળા, સ૨ળ બુદ્ધિ, ક્ષમાદિ ધર્મોનું પાલન કરનાર, પરીષહ વિજેતા ભિક્ષુની સદ્ગતિ થવી સુલભ છે. (૧૦) પાછલી વયે(વૃદ્ધાવસ્થામાં) પણ દુર્લભ સંયમને પ્રાપ્ત કરી જે તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્યમાં લીન રહે છે, તે પણ જલ્દીથી કલ્યાણ કરી લે છે અર્થાત્ અલ્પસમયનું પણ શુદ્ધ ભાવપૂર્વકનું સંયમ પાલન સદ્ગતિને પ્રાપ્ત કરાવી દે છે. પાંચમા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. બંનેમાં આહારાદિની ગવેષણા અને પરિભોગેષણા સંબંધી વિધિ અને નિષેધ છે. (૨) ભિક્ષાના યોગ્ય સમયે ભિક્ષુ ઉદ્વેગ અને મૂર્છાથી રહિત થઈ ચાર હાથ પ્રમાણ ભૂમિમાં બીજ, લીલોતરી તેમજ ત્રસ સ્થાવર જીવોનું શોધન-સંરક્ષણ કરતાં, શાંત ચિત્તે તેમજ મંદ ગતિથી ચાલે. (૩) ભિક્ષુ કંટક આદિથી યુક્ત તેમજ વિષમ માર્ગેથી ન જાય. (૪) તુસ અથવા રાખ આદિમાં ચાલવું હોય અને પગ ઉપર સચેત રજ હોય તો પગનું પ્રમાર્જન કરવું જોઈએ. (૫) ભિક્ષુ વેશ્યાઓના મહોલ્લામાં ગોચરીએ ન જાય. (૬) ઉગ્ન-પશુ, રમતા બાળક તેમજ ક્લેશ, યુદ્ધ આદિથી યુક્ત માર્ગો પર ન જાય. (૭) ગોચરી માટે જતી વખતે ઉતાવળથી ન ચાલે, વાતો કરતાં થકા ન ચાલે કે હસતાં થકા ન ચાલે. (૮) ચોરીની શંકાના સ્થાનરૂપ સંધિ આદિને જોતાં થકા ન ચાલે અને રાજા કે રાજપુરુષ આદિના ગુપ્ત વાતચીતના સ્થાનોથી દૂર રહે. (૯) નિષિદ્ધ તેમજ અપ્રતીતકારી કુળોમાં ન જાય. (૧૦) દરવાજા, પડદા વગેરે ઢાંકયા હોય તો ગૃહસ્થની આજ્ઞા વિના ન ખોલે. (૧૧) મળ-મૂત્રના આવેગને રોકે નહિ. (૧૨) ફૂલ, બીજ વેરાયેલ ન હોય તેવા તેમજ પ્રકાશયુક્ત સ્થાનમાં ગોચરી કરે. (૧૩) વાછરડા, કૂતરા આદિ પશુને ઓળંગીને કે દૂર કરીને જાય નહિ. (૧૪) સ્ત્રી તેમજ કોઈ પણ પદાર્થો કે સ્થાનોને આસક્તિ ભાવથી ન જોવે. (૧૫) જે ઘરમાં સાધુના પ્રવેશ યોગ્ય જેટલું સ્થાન હોય ત્યાં સુધી જ જાય. (૧૬) સચેત-પાણી, પૃથ્વી, બીજ, લીલોતરીનું વર્જન કરી ઉભા રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy