SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: સમવાયાંગ સૂત્ર સારાંશ (૧૩) બ્રાહ્મી લિપિના ૪૬ માતૃકા પદ મૂળાક્ષર છે. (૧૪) ચક્રવર્તીના ૪૮ હજાર પાટણ હોય છે. (૧૫) પંદરમા તીર્થંકરના ૪૮ ગણધર હતા. (૧૬) યુગલિક ૪૯ દિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. તેઇંદ્રિયની ઉત્કૃષ્ટ ઉંમર ૪૯ દિવસની હોય છે. તિમિસ ગુફા અને વૈતાઢય પર્વત પચાસ યોજનના છે. ગોસ્નૂભ આવાસ પર્વતનું અંતર અહીં ૪૨ થી પર, ૫૭, ૫૮ સમવાયોમાં કહેલ છે. (૧૭) આચારાંગસૂત્રના ૯ અધ્યયનોના ૫૧ ઉદ્દેશક છે. (૧૮) મોહનીય કર્મના બાવન નામ છે. ૧૩૫ (૧૯) ભગવાન મહાવીરના ૫૩ સાધુ એક વર્ષની દીક્ષા પાળીને પાંચ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨૦) ઉત્તમ પુરુષ ચોપન હોય છે. ૨૪+૧૨+૯+૯ = ૫૪. (૨૧) એક દિવસ એક આસન પર જ શ્રમણ ભગવાન મહાવીરે ૫૪ વાર વાગરણા--ઉપદેશ આપ્યો. (૨૨) શ્રમણ ભગવાન મહાવીરે અંતિમ દિવસે ૫૫ દુઃખ વિપાકની અને ૫૫ સુખ વિપાકની ધર્મકથાઓ કહી અને મોક્ષ પધાર્યા. (૨૩) ત્રેઠ દિવસે યુગલિક મનુષ્ય યૌવન પ્રાપ્ત કરી લે છે. (૨૪) નિષધ પર્વત પર ૬૩ સૂર્યોદય થાય છે. (૨૫) દધિમુખ પર્વત ૬૪ હજાર યોજનના લાંબા, પહોળા અને ઊંચા છે. (૨૬) ચક્રવર્તીનો હાર ૪ સર વાળો હોય છે. (૨૭) શ્રમણ ભગવાન મહાવીરે ચોમાસાના એક માસ અને વીસ દિવસ વીતવા પર અને સિત્તેર દિવસ શેષ રહેવા પર પર્યુષણ કર્યા. [આ સૂત્રનું ગણિત જામતુ નથી. કલ્પસૂત્રમાંથી કોઈએ સ્વાર્થ વશ, પોતાના સવત્સરી સંબંધી મતને અંગસૂત્રની છાપ લગાડી પુષ્ટ કરવા આ સૂત્રને અહીં પ્રક્ષિપ્ત કર્યું હોય તેવી પૂર્ણ શક્યતા છે. (૨૮) પાર્શ્વનાથ તીર્થંકરની દીક્ષા પર્યાય સિત્તેર વર્ષની હતી. સમવાય ૦૧ થી ૧૦૦ (૧) વીર્ય પ્રવાદ પૂર્વના ૭૧ પાહુડ–અધ્યાય છે. (૨) પુરુષની ૭ર કળા :- (૧) લેખન કળા (૨) ગણિત (૩) ચિત્રકળા (૪) નૃત્ય (૫) ગીત (૬) વાદ્ય (૭) સ્વર-રાગ (૮) મૃદંગ જ્ઞાન (૯) સમતાલ વગાડવું (૧૦) દ્યૂત કળા (૧૧) લોકવાયકા (૧૨) શીઘ્ર કવિત્વ (૧૩) શેતરંજ (૧૪) જળ શોધન (૧૫) અન્ન સંસ્કાર (૧૬) જળ સંસ્કાર (૧૭-૧૮) ગૃહશય્યા નિર્માણ (૧૮) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy