________________
આચારશાસ્ત્ર : દશવૈકાલિક પરિશિષ્ટ
સૂત્ર
શયન વિધિ
(૧) ભૂમિ પ્રમાર્જન કરવું, આસન બિછાવવું, શરીર પ્રમાર્જન કરવું, આસન પ્રમાર્જન કરી બેસવું, ઇરિયાવહી કરી, ૧. પ્રગટ લોગસ્સ ૨. ત્રણ વાર કરેમિ ભંતે, ૩. ચત્તારિ મંગલનો પાઠ ૪. અરિહંતો મહદેવો ૫. ખામેમિ સવ્વજીવા ૬. અઢાર પાપસ્થાન આ પાઠોનું ઉપયોગ સહિત ઉચ્ચારણ કરવું. પ્રમાદ કરવાની લાચારીનું કે આત્માનું ચિંતન કરવું. પાંચ નમસ્કાર મંત્ર ગણવા. શરીર અને આસનનું પ્રમાર્જન કરતા સૂઈ જવું.
SC
(૨) ઊઠ્યા પછી અતિ જરૂરી હોય તો શરીરની બાધાઓથી નિવૃત્ત થયું. અતિ આવશ્યક ન હોય તો નમસ્કાર મંત્ર, તસ્સ ઉત્તરી, પગામસિજ્જાએ પાઠનો કાઉસ્સગ્ગ કરવો, પ્રગટ લોગસ્સ ગણવો, આકાશ(કાળ) પ્રતિલેખન કરવું. ગુરુ વંદન કરીને સ્વાધ્યાય કરવો, પછી સવારનું પ્રતિક્રમણ કરવું.
Ad
પરિશિષ્ટ-૬ : અધ્યયન-૬ :
સંયમ તપના હેતુ કેવા હોય ?
ધર્મનું કોઈપણ આચરણ કરવામાં આવે ત્યારે તેનો હેતુ શુદ્ધ હોવો આવશ્યક છે. તેને ત્રણ વિભાગથી સમજવો જોઈએ.
૧. ધર્મના આચરણ ૨. અશુદ્ધ હેતુ ૩. શુદ્ધ હેતુ.
ધર્મના આચરણ :– ૧. નમસ્કાર મંત્રની માળા ફેરવવી ૨. આનુપૂર્વી ગણવી ૩. પ્રત્યેક કાર્યમાં નમસ્કાર મંત્ર ગણવા ૪. મુનિ દર્શન કરવા ૫. માંગલિક સાંભળવું. ૬. ભજન કીર્તન કરવું ૭. વ્રત-પચ્ચખાણ આદિ ધર્મ પ્રવૃતિ કરવી. ૮. તપસ્યા કરવી.
અશુદ્ધ હેતુ :- ઇહલૌકિક સુખ-સમૃદ્ધિ, પુત્ર, ધન આદિની પ્રાપ્તિ; કાર્ય સિદ્ધિ; ઇચ્છા પૂર્તિ; આપત્તિ-સંકટ વિનાશ આદિના હેતુ ધર્મ પ્રવૃતિમાં અશુદ્ધ હેતુ છે. યશ, કીર્તિ, પ્રશંસાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પણ અશુદ્ધ હેતુ છે.
Jain Education International
-
શુદ્ધ હેતુ :– કર્મોની નિર્જરા માટે, થોડો સમય ધર્મ ભાવમાં તેમજ ધર્માચરણમાં વ્યતીત થાય તે માટે, પાપકાર્ય ઓછા થાય, પાપકાર્ય કરતાં પહેલા પણ ધર્મ ભાવ સંસ્કારોની જાગૃતિ થાય તે માટે, ભગવદ્ આજ્ઞાની આરાધના માટે, ચિત્ત સમાધિ તેમજ આત્માનંદની પ્રાપ્તિ માટે વગેરે તે શુદ્ધ હેતુ છે.
સાર ઃ– ધર્મની કોઈપણ પ્રવૃતિમાં ઇહલૌકિક ઇચ્છા બિલકુલ ન હોવી જોઈએ; એકાંત નિર્જરા ભાવ, આત્મ ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવો જોઈએ.
ઐહિક ચાહના યુક્ત કોઈપણ પ્રવૃતિ હોય પછી ભલે તે માળા ફેરવવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org