SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આવશ્યક સૂત્રનો સારાંશ ૨૩ PC અભિગ્રહ કરવા અને અભિગ્રહ સફળ ન થતાં તપસ્યા કરવી. આવા અભિગ્રહ મનમાં ધારણ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવતા નથી. સમય પૂર્ણ થયા પછી આવશ્યક હોય તો જ કહેવામાં આવે છે. આ દશ પ્રત્યાખ્યાનોમાંથી કોઈપણ પ્રત્યાખ્યાન કરવાથી આ છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક પૂર્ણ થાય છે. દસ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોના અર્થ - (૧) અણાભોગઃ–પ્રત્યાખ્યાનની વિસ્મૃતિથી અર્થાત્ ભૂલથી અશનાદિ ચાખવા અથવા ખાવા-પીવાનું થઈ જાય તો આગાર. (૨) સહસાકાર:- વૃષ્ટિ થવાથી, દહીં આદિ મંથન કરતા, ગાય આદિ દોહતા, મોઢામાં ટીપાં-છાંટા પડી જાય તો આગાર. (૩) પ્રચ્છન્નકાળ :– સઘન વાદળ આદિના કારણે પોરસિ આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તેનો આગાર. (૪) દિશા મોહ:- દિશા ભ્રમના કારણે પોરસી આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો તેનો આગાર. (૫) સાધુ વચન - પોરસી આદિનો સમય પૂર્ણ થઈ ગયો' – આ પ્રકારે કોઈ સાધુ (સભ્ય પુરુષ)ના કહેવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો આગાર. (૬) સર્વ સમાધિ પ્રત્યયાગાર :– સંપૂર્ણ સમાધિ ભંગ થઈ જાય અર્થાત્ આકસ્મિક રોગાતંક થઈ જાય તો તેનો આગાર. (૭) મહત્તરાગાર – ગુરુ આદિની આજ્ઞાનો આગાર. (૮) સાગારિકાગાર:- ગૃહસ્થના આવી જવાથી સાધુને સ્થાન પરિવર્તન કરવાનો આગાર(એકાસણામાં) (૯) આકુંચન પ્રસારણ - હાથ-પગ આદિ ફેલાવવાનો અથવા સંકુચિત કરવાનો આગાર(એકાસણામાં) (૧૦) ગુર્વવ્યુત્થાન - ગુરુ આદિના વિનય માટે ઊભા થવાનો આગાર. (૧૧) પારિષ્ઠાપનિકાગાર :- વધેલ આહાર પરઠવો પડે તેમ હોય તો તેને ખાવાનો આગાર.(વિવેક રાખવા છતાં પણ ગોચરીમાં આહાર અધિક આવી જાય, આહાર વાપર્યા પછી પણ શેષ રહી જાય તો ગૃહસ્થ આદિને દેવો કે રાત્રે રાખવો એ સંયમ વિધિ નથી, તેથી એવો આહાર પરઠવા યોગ્ય હોય છે. તે ખાવાનો અનેક પ્રત્યાખ્યાનમાં સાધુને આગાર રહે છે. ગૃહસ્થને આ આગાર હોતો નથી.) (૧૨) લેપાલેપ – શાક, ઘી આદિથી લિપ્ત વાસણમાં રાખેલો કે તેવા પદાર્થને સ્પર્શેલો ગૃહસ્થ વહોરાવે, તેનો આગાર.(૧૩) ઉક્લિપ્ત વિવેક - રૂક્ષ આહાર ઉપર રાખેલા સુકા ગોળ આદિને ઉઠાવીને દે તો તે લેવાનો આગાર. Sાના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy