________________
૧૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
-
૨.
નથી. કેવલી તેને પૂર્ણ રૂપે જાણે છે અને જુવે છે. (૬) ભરત ચક્રવર્તીના રાજ્ય પર બેસનાર આઠ રાજા ક્રમશઃ મોક્ષે સિધાવ્યા. (૭) ભગવાન મહાવીરની પાસે દીક્ષિત થનારા રાજાઓની સંખ્યા કુલ આઠ થઈ. (૮) દરેક લોકાંતિક દેવોની આઠ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) હોય છે. (૯) ત્રણ અસ્તિકાય અને જીવના આઠ મધ્ય(ચક) પ્રદેશ કહેવામાં આવેલ છે. (૧૦) ૧ યોજન = આઠ હજાર ધનુષ પ્રમાણ. (૧૧) ભિક્ષુ નીચેના બોલમાં પ્રયત્નશીલ રહે– ૧. નહીં સાંભળેલા ધર્મ તત્ત્વોને સાંભળવામાં જાણવામાં ૨. સાંભળેલા બોલને ધારણ કરવામાં ૩. નવા કર્મ-બંધ રોકવામાં ૪. તપ દ્વારા પૂર્વ કર્મ ક્ષય કરવામાં પ. નવા-નવા યોગ્ય મુમુક્ષુઓ - આત્માર્થીઓને સંયમ ગ્રહણ કરાવવામાં. ૬. નવદીક્ષિતોની યથાયોગ્ય સંભાળ રાખવામાં ૭. રોગી વૃદ્ધ સાધુની સેવા કરવામાં ૮. ક્લેશને શાન્ત કરવામાં (૧૨) કેવળી સમુદ્યાત આઠ સમયનો હોય છે. તે દરેક કેવળીને નહિ પરંતુ કોઈ કોઈ કેવળીને હોય છે.
અન્ય પણ આઠની સંખ્યાને સંબંધિત અનેક વિષયો આ અધ્યયનમાં છે. જેમ કે ગતિ આગતિ, કર્મ, આલોચના, સંવર-અસંવર, સ્પર્શ, લોક-સંસ્થિતિ, ગણિ-સંપદા, મહાનિધિ, પ્રાયશ્ચિત્ત, મદ, વાદી, મહાનિમિત્ત, વિભક્તિઓનું સ્વરૂપ, આયુર્વેદ, મહાગ્રહ, અગ્રમહિષી, સૂક્ષ્મ, દર્શન, કાળ, આહાર, કૃષ્ણરાજી, પૂર્વશ્રુત, ગતિ, દ્વીપ, સમુદ્ર, દ્વાર, કૂટ, કાકણિ રત્ન, જગતી, દિશાકુમારીઓ, દેવલોક, પ્રતિમા, સંયમ, પૃથ્વી,વિમાન, અણુત્તરોપપાતિક, જયોતિષ, બંધ-સ્થિતિ, કુલ કોડી, પાપકર્મ વગેરે.
'નવમા સ્થાનનો સારાંશ (૧) આચાર્ય આદિ સાથે પ્રતિકૂળ પ્રવર્તન કરનાર તેમજ જ્ઞાન-દર્શનચારિત્રનું વિપરીતપણે આચરણ કે પ્રરૂપણા કરનારને સંઘમાંથી અલગ કરી શકાય છે. (૨) સંયમ સાધનામાં બ્રહ્મચર્ય પાલન જરૂરી છે અને બ્રહ્મચર્યની સુરક્ષા માટે ૧. સ્ત્રીઓની અવર-જવરવાળું સ્થાન ૨. સ્ત્રી સંબંધી કથા વાર્તા ૩. સ્ત્રીઓના ૩૫ સૌંદર્ય તેમજ અંગોપાંગનું અવલોકન ૪. તેમના હાસ્ય ગીત વગેરેનું શ્રવણ ૫. મધુર તેમજ ગરિષ્ટ ભોજન ૬. અતિભોજન ૭. શરીર, વસ્ત્રો આદિના સૌંદર્યને વૃદ્ધિ રૂપ સજાવટ કરવી, હાવું ધોવું વગેરે પ્રવૃત્તિઓ ત્યાગવા યોગ્ય છે. ૮. સુખશીલતા તેમજ ઇન્દ્રિયોનું પોતાના વિષયમાં યથેચ્છ પ્રવર્તન ઈત્યાદિનો પરિત્યાગ કરવો શ્રમણને નિતાંત આવશ્યક છે. ૯. પૂર્વ ગૃહસ્થ જીવનના સુખ તેમજ ભોગોનું સ્મરણ પણ ન કરવું જોઈએ.
*
ક ક
: નમક, મરાવ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org