SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ : કથા અત્યારે રાતમાં ક્યાં જાવ છો ! તમે કોણ છો ! મણિસાગરને ખોટું બોલવાના પચ્ચક્ખાણ હતા. તેણે જવાબ આપ્યો અમે ત્રણ ચોર છીએ. આપે જે કહેવું હોય તે કહી દો અને જે કરવું હોય તે કરી લો. રાજાએ ફરીથી પૂછી લીધું કે ક્યાં ચોરી કરશો ! તે પણ બતાવી દો. ચોરે નિડરતાથી સત્ય બતાવી દીધું કે આજે રાજાના દરબારમાં ચોરી કરશું. રાજાએ મનમાં જ કહી દીધું કે આજે રાજ ભંડારમાં ચોરી કરવી, તો તે શું નાનીના ઘર છે કે શીઘ્ર ઘુસી જાશો ? રાજાએ સમજી લીધું કે કોઈ પાગલ દિમાગવાળા છે. તેને મજાકથી કહી દીધું, જાઓ જાઓ આ ખાસ રસ્તો પડયો છે, સમય ન ગુમાવો; તમને કોઈ રોકવાવાળા નથી; રત્નોથી ભંડાર ભરેલા છે, આજે અમૂલ્ય અવસર છે, બેડો પાર કરી લો. રાજાની આવી મંગળવાણી સાંભળીને, તેને શુકન માનીને, ચોર ખુશ ખુશ થઇ ગયા. રાજ ભંડારની પાસે પહોંચ્યા. પહેરેગીરોને નિંદર આવી રહી હતી. તેને કોઈપણ રોકવાવાળા ન મળ્યા. મંત્રેલુ પાણી છાંટીને તાળા તોડી અંદર પ્રવેશ કર્યો. ઘૂમી ઘૂમીને બધું ધન જોયું. ત્રણ પેટી ઝવેરાતની ભરેલી જોઈ, બે પેટી લઈને બંને નોકરોના માથા પર રખાવી દીધી. બાકી બધું ધન અને ખુલ્લા દરવાજા છોડીને નીકળી ગયા. રસ્તામાં ફરી ચક્કર લગાવતા તે જ રાજા મળ્યા. પૂછપરછ કરી, રાજાએ જોયું કે આટલા જલ્દી રાજભંડારથી અથવા બીજી જગ્યાએથી પણ ચોરી કરીને આવી ન શકે. સાચો જવાબ દેવા પર રાજા સમજી ગયા કે આ તે જ ત્રણે ખોપડી છે (ચોર છે), આવા દિમાગ વગરના સાથે વાતો કરવી તે સમય વ્યર્થ બગાડવા જેવું છે. એવું મનમાં વિચારીને રાજાએ કહ્યું કે જાઓ ભાઈઓ ! ખૂબ માલ ઉડાવો ચોરીનો અને આનંદ કરો. ચોરે સાચું બોલવાનું ફળ જોઈ લીધું. રાજા આખી રાત ફરતા રહ્યા ક્યાંય પણ ચોર મળ્યો નહીં. સવાર થતાં જ ખબર મળી કે રાજભંડારના તાળા તૂટી ગયા છે. ચોકીદારોએ તેમજ ખજાનચીઓએ પોતાની બધી વાત રાજાને સંભળાવી દીધી. બે પેટીની જગ્યાએ ત્રણ પેટીની ચોરી થયાની વાત જાહેર કરી દીધી. રાજા મનમાં જ પસ્તાવા લાગ્યા કે સત્ય બોલીને ચોર મને પણ ઠગી ગયો. સમય થવા પર મંત્રીશ્વર આવ્યા. રાજાને ચિંતાતુર જોઈને કારણ પૂછ્યું. રાજાએ રાતમાં બનેલી પોતાની આખી વાત સંભળાવી દીધી અને કહ્યું કે હવે કોઈ એવી બુદ્ધિ લગાવો કે જેથી ચોર સામે જ આવી જાય. ૧૯૩ મંત્રીએ ઉપાય વિચારીને કહ્યું કે નગરના બધા લોકોને બગીચામાં બોલાવો, પછી એક દરવાજેથી બધા નીકળે અને તેને પૂછવામાં આવે કે શું વ્યાપાર કરો છો ? નગરમાં ઘોષણા કરવામાં આવી બધા લોકો ગયા. મણિસાગર પણ બની ઠનીને આવ્યો. એક એક કરતા મણિસાગરનો નંબર લાગ્યો. રાજા તેને જોઈને પ્રેમથી પૂછવા લાગ્યા કે શ્રેષ્ઠિપુત્ર ! આજકાલ તમે શું વેપાર કરો છો ! ઝવેરાતનો વ્યાપાર કરો છો કે બીજો કોઈ, ભાડા અથવા વ્યાજ વટાવની કમાણી કરો છો ! મણિસાગર પોતાના પચ્ચક્ખાણ ઉપર દૃઢ હતો. તે બોલ્યો આપે જેટલા કાર્ય કહ્યા છે તેમાંથી એક પણ કાર્ય હું કરતો નથી. ચોરીના કાર્યથી જ મારો ભંડાર ભરું છું. બીજા વ્યાપારી બધા મારા માટે જ ધંધા કરે છે. મારે વ્યાપાર કરવાની કોઈ જરૂરત નથી. રાજાએ પૂછ્યું– મહીનામાં કેટલીવાર ચોરી કરો છો ? તેને સ્પષ્ટ ઉત્તર દીધો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy