SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત (ચોથો ઉદેશક ) (૧) અપ્રાપ્ત સુખો તથા ભોગો માટે અને પ્રાપ્તના સંરક્ષણ માટે જીવ પ્રયત્નશીલ બની ભટકતો રહે છે. (ર) નારકીઓનો આહાર અત્યંત ગરમ અથવા અત્યંત ઠંડા પુગલોનો હોય છે. તિર્યચનો આહાર શુભ, અશુભ અને માંસ આદિ વિભિન્ન પ્રકારનો હોય છે. મનુષ્યનો આહાર ચાર પ્રકારનો હોય છે– ભોજન, પાણી, ફળ-મેવા અને મુખવાસ, (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ.) દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે, ઉત્તમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો. (૩) વીંછીનું ઉત્કૃષ્ટ વિષ અધ ભરત ક્ષેત્ર પ્રમાણ હોય છે. તે જ રીતે દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, સર્પનું જંબૂદીપ પ્રમાણ, અને મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ. આ પ્રમાણ સામર્થ્યની અપેક્ષાએ છે. (૪) બધાં જ રોગ વાયુ, પિત્ત અને કફના દોષિત થવાથી થાય છે અથવા ત્રણેયના સંયુક્ત પ્રકોપથી થાય છે. વૈદ્ય, ઔષધ, રોગી અને સેવા કરનારના સુમેળથી ચિકિત્સા સફળ થાય છે. સ્વયંની તેમજ અન્યની ચિકિત્સા કરનારના ચાર ભંગ થાય છે. (૫) ઘણા સાધુ કથન કરે છે પરંતુ તે કથન મુજબ જીવિકા તેમજ માધુકરી વૃત્તિનું પાલન કરતા નથી અને ઘણા જેવું કથન કરે છે, તેવું જ વર્તન-આચરણ કરે. (૬) વાદળના ગરજવા-વરસવાની, વિજળીના ચમકવાની અને સુયોગ્ય સમય તેમજ ક્ષેત્રની ચૌભંગી બને છે. અર્થાત્ બધાં જ વિકલ્પ બને છે. આ પ્રકારે પુરુષ પણ બધા પ્રકારના હોય શકે છે. મેઘ અને માતા-પિતા સંબંધિત ચૌભંગીમાં બતાવવામાં આવેલ છે કે ઘણા માતા-પિતા જન્મદે છે, પરંતુ સંરક્ષણ, ભરણ-પોષણ નથી કરતા. એક જ ક્ષેત્રમાં કે બધાં ક્ષેત્રમાં વરસાદ કરનાર વાદળને રાજાની ઉપમા દેવામાં આવેલ છે. (૭) ચાર પ્રકારના વાદળ હોય છે–૧. દસ હજાર વર્ષ સુધી જમીનને સ્નિગ્ધ કરી દેનાર ૨. એક હજાર વર્ષ સુધી ૩. દસ વર્ષ સુધી ૪. એક વર્ષ સુધી ભૂમિને સ્નિગ્ધ કરી શકનાર. (૮) ૧. ઓછું જ્ઞાન ધરાવનાર આચાર્ય ભંગીની છાબડી (ગમે તેટલું નાખો છતાં હંમેશાં ખાલી રહેતું પાત્ર) સમાન છે. ૨. ઓછું જ્ઞાન હોવા છતાં પણ વાણી ચાતુર્યવાળા વેશ્યાના કરંડક સમાન છે. ૩. સ્વસમય, પરસમયના જ્ઞાતા ચારિત્રનિષ્ઠ આચાર્યશેઠના આભૂષણો, સોના, રત્નની પેટી સમાન છે. ૪. આચાર્ય પદવીને યોગ્ય સર્વગુણ સંપન્ન આચાર્ય રાજ ભંડાર સમાન શ્રેષ્ઠ છે. તે જ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy