________________ 18 માણસ સંસારત્યાગને વાયદે ચઢાવે ? કે પહેલાં જે સત્વરે સંસારત્યાગ કરે હતે એમાં વધારે ઉતાવળ કરે? અરે! મનને થાય કે * હાય બાપ! પહેલાં જે સંસાર અસાર હોવાનું અસાર હોવાની ઘટના જોવા મળે છે! તે તે ઊઠ જીવ ઊઠ, સંસાર વહેલે છોડ! નહિતર અસાર સંસારમાં વળી કાંક નવી ઘટના બને, ને એમાં કદાચ ફસાઈ જવું પડે તે પાપમાં ફસાયા રહી મનુષ્યજનમથી જે તરવાનું સાધવું છે એ ખોરંભે પડે!” આમ ચમકારો થાય. - સિંહ રાજા એ ચમકારે પામીને પોતે જાતે ઊઠીને કુમાર પાસે જઈ એને સમજાવી લેવાનું ધારે છે, ને આવે છે કુમાર પાસે. ત્યાં જ કુમાર તૈયાર બેઠેલે તે ઊઠીને બાપની ઉપર સીધે તલવારને ઘા ઝીકે છે ! અહીં સિપાઈએ “પકડે પકડે હરામીને, મહારાજ પર તલવાર ઝીંકે છે?” એમ કરી કુમારને પકડી લેવા દેડી આવે છે. ઘવાયેલ રાજા અહીં શું કરે? ખુશી થઈને આવું નીચ કૃત્ય કરનાર કુમારને પકડાવી જ દે ને ? પરંતુ ના, કુમારની આ અધમતા જોઈ મનમાં સંસારની