________________
ચેથી સર્ગમાં-પ્રભુને વિહાર, સાગરદતનું ટૂક વૃત્તાંત, બંધુદતનું વિસ્તૃત વૃત્તાંત, ભગવંતને પરિવાર અને ભગવંતનું નિર્વાણ એટલી હકીકત સમાયેલી છે અને નવમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે.
ઉપર પ્રમાણે આ ૮મા તે મા પર્વની અંદર અનેક મહાપુરૂષોના ચરિત્રોને સંગ્રહ કરેલ છે. તેને મનનપૂર્વક વાંચનાર અનેક પ્રકારના લાભ મેળવી શકે તેમ છે. પ્રારંભમાં પ્રસ્તાવનાની અંદર બહુ આ વિસ્તાર કરીને કથારસિક વાંચનારાઓને રોકી રાખવા તે યોગ્ય લાગતું નથી, તેથી આ પ્રસ્તાવના
ટૂંકમાં જ સમાપ્ત કરવામાં આવે છે. પ્રથના પર્વોની બીજી આવૃત્તિ છપાવતાં તેની અંદર જેટલા વિસ્તારથી વિષયાનુક્રમણિકા આપેલી છે તેટલા જ વિસ્તારથી આ ત્રીજી આવૃત્તિની અંદર પણ આપવામાં આવી છે. તે વાંચવાથી આ બંને પર્વનો અંદર આવેલ તમામ રહસ્ય સમજી શકાય તેમ છે. તેથી તે વાંચવાની ભલામણ કરીને વિરમવામાં આવે છે.