________________
નવમા પર્વના ચાર સર્ગો પૈકી પ્રથમ સર્ગમાં બ્રહ્મદત્ત નામના બારમાં ચક્રીનું સુવિસ્તૃત ચરિત્ર છે, અને બાકીના ત્રણ સર્ગમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર છે. દરેક સગમાં મુખ્ય શું શું હકીક્ત સમાવેલી છે તે ટુંકામાં આ નીચે જણાવેલ છે. બાકી વિશેષ અનુક્રમણિકા જાણવાની અપેક્ષાવાળા માટે વિષયાનુક્રમણિકા એટલા વિસ્તારથી લખવામાં આવી છે કે તે વાંચનારને બંને પર્વની અંદર સમાવેલ હકીકતનું સ્મરણ થઈ જાય તેમ છે. નવમાં પર્વના ચોથા સગમાં બંધુદતનું ચરિત્ર ખાસ વાંચવા લાયક છે.
આઠમા ને નવમા પવને મળીને ૧૬ સર્ગમાં મુખ્ય હકીકત નીચે પ્રમાણે છે. પ્રથમ સર્ગમાં–નેમિનાથજીના પૂર્વભવોનું વર્ણન છે. સર્ગ ૨-૩-૪માં–વસુદેવનું ચરિત્ર છે.
સર્ગ પાંચમામાં–વાસુદેવ, બળદેવ ને અરિષ્ટનેમિને જન્મ અને કૃષ્ણ કરેલ કંસના વધ પર્વતની હકીકત તથા નવી દ્વારકા વસાવવા સુધીની હકીકત છે.
સગ છઠ્ઠામાં–કૃષ્ણને થયેલ આઠ પટ્ટરાણીઓ, પ્રદ્યુમ્નને જન્મ અને તેણે બતાવેલા ચમત્કાર તથા પાંડવોના જન્મથી માંડીને વનવાસ સુધીની હકીકત સમાયેલી છે.
સર્ગ સાતમા માં-સાંબ પ્રદ્યુમ્નનું ચમત્કારી ચરિત્ર, કૃષ્ણ ને જરાસંધનું યુદ્ધ, તેની અંતર્ગત કૌરવ પાંડવોનું યુદ્ધ કૌરવોને વિનાશ અને છેવટ જરાસંધના મૃત્યુ સુધીની હકીક્ત સમાયેલી છે.
સર્ગ આઠમામા-નવમા વાસુદેવ બળદેવ તરીકે કૃષ્ણ ને બળભદ્રનું પ્રકટ થવું, તેમનું ત્રણ ખંડમાં સામ્રાજય, પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય, નેમિનાથને વિવાહ માટે આગ્રહ, સાગરચંદ્ર ને કમળામેળાને તથા અનિરૂદ્ધ ને ઉષાનો વિવાહ વિગેરે હકીકત સમાયેલી છે.
સર્ગ નવમામાં–નેમિનાથને વિવાહ મનાવવાથી રામતીને ઘર સુધી આવતાં પશુઓના પિકારથી પાછા વળી વાર્ષિક દાન દઈ તેમણે લીધેલ ચારિત્ર, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, પ્રભુની દેશના, રાજમતીએ લીધેલ દીક્ષા અને ગણધર તથા ચતુર્વિધ સંઘની પ્રભુએ કરેલ સ્થાપના એટલે અધિકાર સમા છે. | સર્ગ દશમામાં-દ્રૌપદીનું હરણ ને પ્રત્યાહરણ, દેવકીજીના છ પુત્રનું-ગજસુકુમાળનું અને ઢંઢણ કુમારનું ચરિત્ર, કૃષ્ણ કરેલ મુનિચંદન, તેથી તેને થયેલ લાભ, તેની ગતિ ને સ્થિતિ અને રાજમતી તથા રથનેમિનો પ્રસંગ વિગેરે હકીકત સમાવી છે.
સર્ગ અગ્યારમામાં–દ્વારકાના દાહનું ને યાદવોના નાશનું સવિસ્તર વૃત્તાંત, અને પ્રાંતે કૃષ્ણનું થયેલ મૃત્યુ-ત્યાં સુધીની હકીકત સમાવી છે.
સર્ગ બારમામાં-બળભદ્દે લીધેલી દીક્ષા, બળભદ્ર, મગ ને રથકારની એક સરખી ગતિ, કૃષ્ણના આગ્રહથી બળભદ્ર પ્રવર્તાવેલ મિથ્યાત્વ, પાંડવોનું ચારિત્ર ગ્રહણ, નેમિનાથનું નિવારણ અને પાંડવોનું નિર્વાણુ-એટલે સમાવેશ કરવા સાથે આઠમું પવી સમાપ્ત કરવામાં આવ્યું છે.
નવમા પર્વના પહેલા સર્ગમાં-બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર છે. તેમાં તેને પૂર્વ ભવ, ચિત્ર ને સંભૂતમુનિનું વૃત્તાંત, બ્રહ્મદત્તની માતા ચુલનીને દુરાચાર, બ્રહ્મદત્તનું પૃથ્વી પર્યટન, ચક્રીપણાની પ્રાપ્તિ, ચિત્રમુનિના છ બ્રહ્મદત્તને આપેલ બોધ, તેની નિષ્ફળતા, એક બ્રાહ્મણે લીધેલ વૈર, બ્રહ્મદત્તનું અંધ થવું, તેના અધ્યવસાયની કૂરતા અને મૃત્યુ પામીને સાતમી નરકે જવું એટલી હકીકત સમાવી છે. - બીજા સર્ગમાં–શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર શરૂ કરી તેમના પૂર્વ ભવોનું વર્ણન આપેલું છે. તેમાં દરેક ભવમાં પાર્શ્વનાથના જીવને એક પક્ષના વૈરથી પણ કેવા કેવા ઉપસર્ગો સહન કરવા પડ્યા છે તે વિચારવા ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
- ત્રીજા સર્ગમાં–પાશ્વનાથને જન્મ, પ્રભાવતીના પિતાને સહાય કરવા જવું, પ્રભાવતીનું પાણિગ્રહણ, કમઠ તાપસને મેળાપ, પ્રભુએ લીધેલ ચારિત્ર, મેઘમાળીએ કરેલ ઉપસર્ગ, ભગવંતને થયેલ કેવળજ્ઞાન, તેમની દેશના અને ગણધરાદિની સ્થાપના એટલી હકીકત સમાવી છે.