________________
વળી તાવિક દષ્ટિએ દ્વાદશાંગી ગણીપીટકરૂપ શ્રુત એ જ તીર્થ છે.
એ દ્વાદશાંગીરૂપ કૃતના સૂત્રરૂપે સર્જક પ્રથમ ગણધર ભગવંત હેવાથી, તથા એ શ્રતને આધાર ચતુર્વિધ સંઘ હેવાથી બંનેને એટલે પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને પણ તીર્થરૂપે ગણના કરવામાં આવી છે.
તીર્થકરદે પણ “ો તિસ્થ” એટલે તીર્થને નમસ્કાર થાઓ એ પ્રમાણે કહીને જ સિંહાસન ઉપર બેસે છે. (૩) ધર્મતીર્થને પ્રભાવ
સર્વજ્ઞ વિભુ એવા શ્રી તીર્થંકરદેવે પ્રવતવેલ એ ધર્મતીર્થને પ્રભાવ અચિંત્ય અને અણમોલ છે.
એ તીર્થના પ્રભાવે સમરત ધર્મ કર્મની ઉત્તમ વ્યવસ્થા જગતમાં પ્રવર્તે છે. જુઓ–
(1) ભવસિન્થથી ભવ્યાત્માઓને વિસ્તાર પમાડવા માટે એ શ્રી “જિનેશ્વરદેવનું ધર્મતીર્થ-શાસન જ સમર્થ છે.”
(૨) અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા એવા સંસારી જીનું સંસારપરિભ્રમણ સદંતર બંધ કરનાર એ
શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થ શાસન જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org