________________
[ ૩૦ ] . (૪) સમ્યક વધારી-એટલે સમ્યકત્વ-સમકિતને ધારણ કરવું.
અથ-તીર્થયાત્રા કરનાર યાત્રિકે સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ત્રણ પરની શ્રદ્ધારૂપ સમ્યકત્વ-સમકિતને દઢતાપૂર્વક ધારણ કરવું જોઈએ.
જેને સુદેવ, સુગુરુ અને સુધમ ઉપર શ્રદ્ધા નથી તેની કરેલી સર્વ કિયાએ નિષ્ફળ જાય છે.
શુદ્ધ સમ્યક્ત્વની નિત્ય સ્મૃતિ માટે તીર્થયાત્રામાં યાત્રિકને નીચેની ગાથાનું સમરણ કરવું જોઈએ.
" अरिहंतो मह देवो, जावज्जोव सुसाहुणो गुरुणो।
जिणपण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥१॥
– હું જીવું ત્યાં સુધી અરિહંત એ જ મારા દેવ, સુસાધુઓ એ જ મારા ગુરુ અને જિનભાષિત તો એ જ મારો ધર્મ આ પ્રમાણે હું સમ્યકત્વ-સમકિત ગ્રહણ કરું છું. (૧).
આવા પ્રકારના સમ્યકૃત્વ-સમક્તિથી પ્રાણાંતના ભોગે કદી પણ ચલાયમાન ન થવાય કે ભ્રષ્ટ ન થવાય તેને સંપૂર્ણપણે ખ્યાલ રાખવો જોઈએ.
છ-રી” પૈકી આ સમ્યકત્વધારી ચોથી ફી છે. (અહીં સમ્યક્ત્વધારીને બદલે “આવશ્યકકારી એ પણ વિકલ્પ જોવામાં આવે છે. આવશ્યકકારી એટલે અવશ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org