________________
[ ૧૧ર ]
ઝીલતી રાગ અને દ્વેષ વિનાની નિર્વિકારી એવી જિનમૂર્તિ જિનપ્રતિમા સાક્ષાત જિનેશ્વર ભગવાનના સરખી જ ગણાય છે.
એ મનહર જિનમૂર્તિનાં દર્શન અને અર્ચન-પૂજનદિને અનુપમ લાભ તીર્થસ્થાનમાં જિનમંદિરોમાં અવશ્ય મળી શકે છે. - જિનમંદિરે દર્શન કરવાની ઈચ્છા કરવા માત્રથી અને ત્યાં જવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે, તે પૂર્વાચાર્યોએ કહેલ નીચે ક જણાવે છે.
જુઓ" यास्याम्यायतनं जिनस्य लभते ध्यायश्चतुर्थ' फलं, षष्ठं चोस्थित उद्यतोष्टममथो . गन्तुं प्रवृत्तोध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवास फलम् ॥१॥"
હું શ્રી જિનેશ્વર દેવના મંદિરે જવા માટે ગમન કરું એમ મનથી ચિન્તવનાર એ શ્રદ્ધાળુ ભવ્યાત્મા એક ઉપવાસના ફળને પામે છે, જવા માટે ઉભા થતાં બે ઉપવાસના ફળને પામે છે, ગમન-ચાલવા માટે ઉદ્યમ કરતે ત્રણ ઉપવાસના ફળને પામે છે, માર્ગમાં ચાલતાં ચાર ઉપવાસના ફળને પામે છે, જિનમંદિરના બહારના ભાગમાં પહોંચતાં પાંચ ઉપવાસના ફળને પામે છે, જિનગૃહના મધ્ય ભાગમાં પહોંચતાં પંદર ઉપવાસના ફળને પામે છે, અને શ્રી જિનેશ્વરદેવને એટલે તેમની મૂર્તિને જોતાં-દર્શન કરતાં એક માસખમણના એક મહિનાના ઉપવાસના ફળને પામે છે. (૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org