________________
[૧૫૦ ]. આ સંસારરૂપી સમુદ્ર તરી જવાય તે તીર્થ કહેવાય છે. અહિત અને ગણધર નિશ્ચયથી તીર્થરૂપ છે અને ચતુર્વિધ સંઘ પણ મહાતીર્થરૂપ છે. ૧
લૌકિક તીર્થોને તજી લેકોત્તર તીર્થની સેવા કરીએ. લકત્તર તીર્થ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમજ થાવર અને જંગમ એમ પણ તેના બે ભેદ છે. તેની પૂજા કરીએ. ૨. - પુડરકગિરિ વગેરે પાંચ (શત્રુંજય, ગિરનાર, આબુ,
અષ્ટાપદ અને સંમેતશિખર) , ચેત્યના પાંચ પ્રકારે એ સવ સ્થાવર તીર્થ કહેવાય છે. એ તીર્થોની સુંદર યાત્રા કરીએ. ૩
વીશ વિહરમાન તીર્થકરો જંગમ તીર્થ છે. તે જંગમ તીર્થના નાથ બે કોડી કેવળી સાથે વિચરતા થકા અનેક પ્રકારનાં દુઃખ અને દૌભાગ્યને ટાળે છે. ૪
ચતુર્વિધ સંઘ પણ જંગમ તીર્થ કહેવાય છે. તે શાસનને શોભાવનાર છે. અને તે અડતાળીશ ગુણે કરીને ગુણ વંત છે. તેને તીર્થપતિ-તીર્થકર ભગવંત પણ ભાવે નમસ્કાર કરે છે. ૫
હે ભવ્યાત્માઓ! તમે તીર્થાપનું ધ્યાન કરે. તેના ગુણ ગામે. પંચરંગી રત્ન મેળવી થાળ ભરી એ તીર્થને વધાવે. તેમજ તેને અનંત ગુણેને દિલમાં લાવે. ૬
એ તીર્થપદના પ્રભાવે મેરુપ્રભરાજા તીર્થકર થયેલા છે. વિજયવત સૌભાગ્યલક્ષમી અને પૂજય એવી સંપદા તેમજ પરમ મહદય-મોક્ષને પામેલા છે. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org