________________
[ ૨૩૦] જિનમંદિરનાં દર્શન કરી લુણાવા પધારતાં પૂ. આ. મ0 શ્રીનું ભાવભીનું ભવ્ય સ્વાગત બેન્ડ યુક્ત કરવામાં આવ્યું. અનેક ગલીઓ થઈ. જિનમંદિરે દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. પ. પૂ. આ૦ મ૦ શ્રીના વ્યાખ્યાન બાદ પ્રભાવના કરવામાં આવી. શ્રી યશોદાકુમારીની દીક્ષા નિમિત્તે શાહ પ્રવીણકુમાર નિહાલચંદજી આદિવાસી પરિવાર તરફથી ચાલતા પંચાહ્નિકા મહોત્સવમાં નવાણુ–પ્રકારી પૂજા પ્રભાવના ઋહિત ભણાવ્યા બાદ રથ-ઈન્દ્રવજ હાથી-ઘોડા-મોટર-બેન્ડ સહિત વષીદાનને ભવ્ય વરઘેડે કાઢવામાં આવ્યું,
જેઠ સુદ તેરસના દિવસે સવારે શુભ મુહૂર્ત શ્રી સંઘના અનેરા ઉત્સાહ પૂર્વક પૂ૦ આ૦ મઝીની શુભ નિશ્રામાં લુણાવાના શા. નિહાલચંદજી મગનીરામજીની સુપુત્રી બાલબ્રહ્મચારિણી શ્રી યશદાકુમારીને દીક્ષા આપી, નૂતન સાવિશ્રા સુપમેન્દ્રાશ્રીજી નામ રાખી, પૂ આ શ્રીમદ્દ વિજયહિમાચલસૂરીશ્વરજી મ. શ્રીન સમુદાયના વિદુષી પૂ૦ સા. શ્રી ઉધોતશ્રીજી (મધુકરી) ની શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યા.
જારના બાલબ્રહ્મચારિણી શ્રી ચંદ્રાકુમારીને દીક્ષા આપી નૂતન સાધ્વી શ્રી ચંદ્રકળા શ્રીજી નામ રાખી, તથા બાલબ્રહ્મચારિણી શ્રી નિર્મળાકુમારીને દીક્ષા આપી નૂતન સાવીશ્રી યશપૂર્ણ શ્રીજી નામ રાખી, પૂ આ શ્રીમદ વિજયમંગલ પ્રભસૂરીશ્વરજી મ. શ્રીન સમુદાયના ૫૦ સા શ્રી જ્ઞાનશ્રીજીની પ્રશિષ્ય તરીકે બન્નેને જાહેર કરવામાં આવ્યા. એક સાધ્વીજીની વડી દીક્ષા પણ કરવામાં આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org