________________
[ ૧૮ ] [૨૪] ઉદયપુરનગરમાંથી વિહાર
પષ (માગશર) વદ બીજને દિવસે પૂજયપાદ આચાર્ય. દેવે સપરિવાર ઉદયપુર શહેરમાંથી વિહાર કર્યો. ચૌગાનજીના સર્વ જિનમંદિરે દર્શનાદિ કરી શ્રી સંઘને ટૂંક પ્રવચન યુક્ત માંગલિક સંભળાવ્યું. શ્રી સંઘના સર્વ ભાઈ-બહેનેએ ધારણા પ્રમાણે પ્રતિજ્ઞા કરી. પ્રતિષ્ઠાદિ કાર્ય અને પુનઃ પધારવા માટે શ્રી સંઘે વિનંતિ કરી.
ત્યારબાદ પૂ. આમ શ્રી દેવાલી પધાર્યા. ત્યાં શ્રી સંધ તરફથી પૂજા ભણાવવામાં આવી.
ત્રીજ ઈસ્વાલ અને ચેાથ ગેગુંદા કરી પાંચમે નાદે મા પધાર્યા. ત્યાં શા ઊનલાલજી સાયરાવાળા તરફથી પૂજા ભણાવવામાં આવી. શ્રી સંઘને વ્યાખ્યાનને પણ લાભ મળે. ઉદયપુરથી આવેલ સંગીતપ્રેમી શા ઉગસિંહજી તથા તેમના પુત્ર ધામસિંહજી મેરડીવાએ શતને સંગીતમાં સારે રસ જમાળે.
છઠને દિવસે ઢેલ પધાર્યા. ત્યાં પણ શા. દેવીલાલજી સાયરવાળા તરફથી પૂજા ભણાવવામાં આવી. સાંજના કમાલ પધાર્યા. સાતમે સાયરા પધારતાં શ્રી સંઘ તરફથી સામૈયું
કર્યું. ત્યાં પણ શ્રી શ્રમણકલ્પવિજયજી મ. નું વ્યાખ્યાન થયું. - આઠમે પૂ. બા. મા શ્રી આદિ શ્રી રાણકપુર તીર્થ માં પધાર્યા. પિષ દશમી ત્યાં કરી. ઉદયપુરથી અનેક ભાઈબહેને બસ લઈને વંદનાર્થે આવ્યા. અગિયારસના દિવસે મુંબઈથી યાત્રાર્થે આવેલા ભાઈ-બહેનેએ પૂજા ભણાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org