________________
[ ૧૪૪ ]
વિચ્છેદ તીર્થે. સમય જતાં થયેલી રાજ્યક્રાંતિ, ધમંક્રાંતિ અને દુર્ભિક્ષાદિકના કારણે જેનોએ કરેલા સ્થળાંતરના પરિણામે કેટલાક તીને વિચ્છેદ થયેલે છે.
જેમકે – શ્રાવસ્તી, કૌશામ્બી, ભદિલપુર, મિથિલા, પુરીમતાલ (પ્રયાગ), પ્રયાગ (અલ્હાબાદ) અહિચ્છત્રા, તક્ષશિલા, વિતભયપત્તન, કાંગરા, બદ્રી પાર્શ્વનાથ, ઉદયગિરિ, જગન્નાથપુરી, જેનપુર અને દ્વારિકા વગેરે એ તીર્થોને વિછેર થયેલ છે.
તથા શ્રી અષ્ટાપદજી જેવાં તીર્થો વિસારે પડયાં છે.
૩ર તીર્થ વંદના
ભારતવર્ષના સર્વ ધર્મોમાં જૈનધર્મ સત્કૃષ્ટ છે. તેથી કરીને એ પિતાની પ્રાચીનતા, કલાપ્રિયતા અને તત્વજ્ઞાનાદિકથી સારાય વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
એ જૈન ધર્મની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલ ઉદારતાના એક પ્રતીકરૂપ આપણ સ્થાવર જૈન તીર્થો છે.
જેના અણુએ અણુમાં ભવ્ય ભૂતકાળ અદ્યાવધિ ગુંજી રહ્યો છે, જેને પરમાણુએ પરમાણમાં આત્માને, મનને અને કાયાને પવિત્ર કરે એવું સુંદર વાતાવરણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org