________________
( ૧૨૪]
श्रीसङ्घवात्सल्यमुदाचित्तता, कृतज्ञता सर्वजनेष्वनुग्रहः । ' जिनेन्द्रभक्तिर्गुणिनां च गौरवं, भवन्ति तीर्थङ्करसम्पदे नृणाम् ॥"
જે શ્રી સંઘનું વાત્સલ્ય ઉદાચિત્તથી કરે છે, તેના પ્રત્યે સર્વજન કૃતજ્ઞતા પ્રગટ કરે છે અને અનુગ્રહ માનતાં તેનાથી જિનેન્દ્રભક્તિ પ્રાપ્ત થાય છે ને પ્રાંતે તીર્થકરની સંપદા પ્રાપ્ત થાય છે.
(૧૭) श्री संघानघवात्सल्य-फलं वक्तुं न शक्यते । निःशेषपुण्यकार्येषु, यस्यौपम्यं न गोयते ॥"
શ્રીસંઘનું અનઘવાત્સલ્યનું ફળ કહેવામાં કઈ સમર્થ થઈ શકતું નથી. અને સંપૂર્ણ પુણ્યકાર્યોની ઉપમા પણ એની સમક્ષ ગાઈ શકાતી નથી.
(૧૮) लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्ति स्तमालिङ्गति, प्रोतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालिङ्गति, यः सङ्घ' गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥
જે સંઘની સેવા રુચિપૂર્વક કરે છે તેની પાસે લક્ષ્મી સ્વયં ઉપસ્થિત થાય છે, કીર્તિ તેનું આલિંગન કરે છે, પ્રીતિ તેને ચાહે છે, બુદ્ધિ તેને પ્રાપ્ત કરવા માટે ઉત્કંઠિત રહે છે, વર્ગશ્રી તેને ભેટવા માટે ઉત્સુક રહે છે, એટલું જ નહીં મુક્તિ પણ તેને આલિંગન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org