________________
[ ૭૩ ] જુએ–બંધીધર વસ્તુપાલની સંઘભક્તિધોળકાનગરના વરધવલ રાજાના મહામંત્રી વસ્તુપાલને જ્યારે ખબર પડી કે મારવાડ નાગોરના પુનડ શ્રાવક છરી પાળતા વિશાલ સંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની યાત્રાએ જઈ રહ્યા છે અને સંઘ શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી માંડલની બહાર રોકાયે છે, ત્યારે સંધની સેવા ભક્તિ કરવા રવબંધુ તેજપાલને સ્વજન્મભૂમિ માંડલમાં બોલાવી તેની ખૂબ સેવા-ભક્તિ કરી. તથા સંઘપતિ પુનડ શ્રાવકને તેજપાલે કહ્યું કે
“હે ભાગ્યશાલી સંઘપતિજી ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી આપ શ્રી સંઘ સાથે પાછા ફરતાં ધોળકાનગર ને અમને પાવન કરજે.” *
શ્રી સંઘ તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી પાછો આવી રહ્યા છે એવા સમાચાર જ્યારે મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે સાંભળ્યા ત્યારે મહામંત્રી વગેરે શ્રી સંઘનું સ્વાગત કરવા માટે સામે જઈ રહ્યા છે.
મહામંત્રી વસ્તુપાલ ઉઘાડા પડે જે બાજુ જઈ રહ્યા છે તે બાજુને વાયુ વાઈ રહ્યો છે. જેથી રજ, ધૂળ, ઉડી ઉડીને મહામંત્રી પર પડી રહી છે. આ જોઈ નજીકમાં રહેલા એક સેવકે કહ્યું કે, હે મંત્રીશ્વર! ઉડતી રજ-ધૂળ આપના ઉપર પડી રહી છે. આપણું શરીર બગડશે માટે આપ આ બાજુ છેડી બીજી બાજુ ચાલે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org