________________
[ ૧૦૩] મહારાજા સિદ્ધરાજ સાજણ મંત્રીને પિતાની પાસે બોલાવવા માટે માણસ મોકલવા તૈયાર થયા.
આ બાજુ શ્રી ગિરનારજી તીર્થ પર જીર્ણોદ્ધારનું કાર્ય ખૂબ જ વેગથી ચાલતું દેખી સાજણ મંત્રીનું હૈયું પણ તીર્થભક્તિથી અત્યંત હરખી રહ્યું છે. મનમાં એ પણ વિચાર આવી રહ્યો છે કે મહારાજા સિદ્ધરાજ મહેસૂલના ૧૨ કોડ સેનિયા માગે તે કોઈ પણ ભોગે એમની આગળ ધરી દેવા. પરંતુ એટલી મોટી રકમ કયાંથી મેળવવી? સૌરાષ્ટ્રનાં ધનાઢ્યનગરો તરફ દષ્ટિપાત કરતાં મંત્રીશ્વરની વંથળી-વણથલી તરફ દષ્ટિ ઢળી. મંત્રીશ્વર વંથળીમાં આવતાં ત્યાંના કોટ્યાધિપતિ મહાજને તેમનું સુંદર સ્વાગત કર્યું. અને જમવા માટે મહાજનના અગ્રણીઓએ આગ્રહ કર્યો.
મંત્રીશ્વરે કહ્યું- અહીં હું એક ખાસ વિશિષ્ટ કાર્ય માટે આવ્યો છું. એ કાર્ય થયા પછી જ હું જમીશ.”
સંઘના અગ્રણીઓએ કહ્યું-મંત્રીશ્વર! જરુર ફરમાવે અમારાથી જેટલું શક્ય હશે તેટલું બધું જ કરી છૂટીશું.'
આ પ્રમાણે મંત્રીશ્વરને કહ્યા પછી અગ્રણીઓએ શ્રી સંઘને ભેગા કર્યો. તેની સમક્ષ સાજણુએ શ્રી ગિરનાર પર્વત પર ચાલી રહેલ જીર્ણોદ્ધારના કાર્યમાં ખર્ચાઈ ગયેલ મહારાજા સિદ્ધરાજના મહેસૂલના ૧૨ ક્રોડ સેનયા વગેરે સર્વ વૃત્તાંત નિવેદન કર્યા બાદ હવે તે શા ક્રોડ સેનિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org