________________
[ ૧૦૬]
||ગત
સાંભળીને મહારાજા કોષાવેશમાં આવી સાજણને શિક્ષા કરવાને નિર્ધાર કર્યો. આથી તેજોષી રાજપુરુષને આનંદ થયા. મહારાજા સિદ્ધરાજે સેના સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું.
આ બાજુ સાજણ દંડનાયકને ખબર પડી કે મહારાજા સિદ્ધરાજ આ તરફ આવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા દંડનાયક સામે આવ્યા. શ્રી ગિરનારગિરિની તળેટીમાં મહારાજા સિદ્ધરાજે આવી પહોંચતાં દંડનાયકે તેમનું સ્વાગત કર્યું. એ સમયે રોષભરી મુદ્રાએ મહારાજા સિદ્ધરાજે કહ્યું કેહે સાજણ! તારી પાસે સૌરાષ્ટ્રની ૧૨ કેડ સેનવાની આવેલ મહેસૂલ લેવા માટે હું આવ્યું છે, માટે તે લાવ.”
સમયજ્ઞ શાણા સાજણદેએ કહ્યું કે-“મહારાજા ! મહેસૂલના ૧રા કેડ સેના તૈયાર જ છે, પરંતુ આપ અહીં સુધી પધાર્યા છે તે શ્રી ગિરનારગિરિના શિખરે રહેલાં શ્રી નેમિનાથ ભગવાનનાં ગગનચુંબી ભવ્ય મંદિરનાં દર્શને નાદિ તે કરે,
મહારાજા સિદ્ધરાજને પણ લાગ્યું કે અહીં સુધી આવીને પ્રભુના દર્શનાદિ કર્યા વિના હું પાછો જાઉં એ પણ ઉચિત નથી.
સાજણ દે મંત્રીશ્વરે મહારાજા સિદ્ધરાજને હાથ પકડે.
બંને ગિરનારગિરિની પાગ ચઢી ઉપર આવી પહોંચ્યા. શ્રી નેમિનાથ ભગવાનના દર્શનાદિ કરી તીર્થયાત્રાને આનંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org