________________
[ ૧૭ ] અનુભવ્યો. ત્યાર બાદ મંદિરનું અનુપમ નૂતન સર્જન અને એથી પાછળ થયેલે કરોડો સેનેયાને સદ્ગય વગેરે જોઈને મહારાજા સિદ્ધરાજ આશ્ચર્ય મુગ્ધ બન્યા અને પિતાના રાષ્ટ્રની આ મહાન તીર્થસમૃદ્ધિની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરતાં દંડનાયકને કહેવા લાગ્યા કે–
હે સાજણદે! ધન્ય છે, આવા ગગનચુંબી ભવ્ય મંદિર બંધાવનાર ભાગ્યશાલિને અને એવા નરરત્નને જન્મ આપનાર એવી એની જનેતાને-માતાને!' આ સાંભળી સાજણ દંડનાયકે કહ્યું કે–
મહારાજા! ધન્ય છે આપના જેવા રાજાધિરાજને અને આપને જન્મ આપનાર જનેતાને કે જેમણે આવા ગગનચુંબી ભવ્ય મંદિરો બંધાવ્યાં છે.”
મહારાજા સિદ્ધરાજ બોલી ઉઠયા કે– “સાજણદે! ના રે ના. મેં એ ભવ્ય મંદિર બંધાવ્યા નથી.” - ત્યારે સાજણદે મંત્રીશ્વરે કહ્યું કે- “મહારાજા ! આપના સૌરાષ્ટ્ર મહેસુલના આવેલા ૧રા કેડ સેનયામાંથી એ ભવ્ય મંદિરનું સર્જન થયું છે. હવે આપને એ ભવ્ય મંદિર નિર્માણના સુકૃતનું અનુપમ પુણ્ય જોઈતું હોય તે તે લે અને મહેસૂલના આવેલ ૧રા કેડ સોનિયા જોઈતા હોય તે તે પણ આપવા માટે તૈયાર જ છે!”
આ સાંભળી મહારાજા સિદ્ધરાજની મનભાવના એકદમ પલટાણી. સાજદે મંત્રીશ્વરને હાથ પકડી લઈ, હર્ષના આંસુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org