________________
મહારાજા ! મારા પિતાશ્રી નૌકામાં બેસી દેશ-દેશાતરમાં વ્યાપાર કરવા ગયા હતા. ત્યાં કમાએલ દ્રવ્યથી સવાસવા કોડ સુવર્ણ મુદ્રાની કિંમતનાં પાંચ મારિન ખરીદી ઘરે આવ્યા બાદ અંત સમયે મને કહ્યું કે હે પુત્ર! આ સવા-સવા કોડ સુવર્ણ મુદ્રાની કિમતના પાંચ રત્ન તને આપું છું. તેમાંથી બે રન ઘરમાં રાખજે અને ત્રણ રસ્તે માંથી એક રત્ન શ્રી શત્રુંજય તીર્થમાં, એક રન શ્રી ગિરનારજી તીર્થમાં અને એક રન પ્રભાસપાટણમાં ખરચજે,
આ સાંભળીને મહારાજા કુમારપાલ અને વાગભટ મંત્રી આદિ સર્વ સંઘને અતીવ આનંદ થયે, જગડુશાને ઈન્દ્રમાળા પહેરાવવામાં આવી. આ રીતે શ્રી કુમારપાલ મહારાજાના સંઘ પ્રસંગે જગડુશાએ એક રત્ન શ્રી શત્રુંજયમાં બીજું રત્ન શ્રી ગિરનારજીમાં અને ત્રીજું રત્ન શ્રી પ્રભાસ પાટણમાં ખરચી સુંદર લાભ લેવા પૂર્વક જૈનશાસનની અનુપમ પ્રભાવના કરી હતી.
(૧૧) ઉંબરરાજે સ્થાપેલા અબુદાચલ [આબુ પર્વતની તલહફ્રિકા તિલાટી) ના અલંકાર સમાન એવા ઉંબરનગરથી શ્રી દેશલે ચૌદ કોડ દ્રવ્યને ખર્ચ કરીને શ્રી શત્રુંજયાદિ સાત તીર્થોની મહત્સવ પૂર્વક ચૌદ યાત્રા કરવા પૂર્વક ચૌદ વાર સંઘવી તિલક કરાવ્યું હતું ,
(૧૨) શ્રી આભૂ સંઘપતિના સંઘમાં સાત જિન મંદિર હતાં. તીર્થયાત્રામાં તેમણે બાર કોડ સોનૈયાને સદવ્યય કર્યા હતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org