________________
મહારાજા સારંગદેવના મંત્રીએ સંઘપતિ ઝાંઝણશાની પાસે આવીને કહ્યું કે-મંત્રીશ્વર ! મહારાજા આપને આમંત્રણ આપે છે કે આપના શ્રી સંઘમાંથી જે આપને એગ્ય લાગે એવા તે બે-પાંચ હજાર સારા સારા માણસની સાથે આ૫. રાજમહેલમાં જમવા માટે પધારે.
સારંગદેવના મંત્રીની વાત સાંભળી સંઘપતિ ઝાંઝણશાએ હિમતવદને કહ્યું. મંત્રીશ્વર! મહારાજાનું આમંત્રણ મારે શિરોમાન્ય છે. પરંતુ હું આ રીતે આવી ન શકું. કારણ કે–
" इमे साधर्मिकाः सर्वे, लोका में बान्धवाधिकाः । माननीयाः पूजनीयाः, सङ्घ कष्टेन मीलिताः ॥"
અહીં સંઘમાં એકત્રિત થયેલા આ સર્વે સાધર્મિક મારે મન તે બધુથી પણ અધિક પ્રિય છે. માનનીય છે અને પૂજનીય છે. એક પણ સાધર્મિકને છોડીને હું જમવા નહિ જ આવી શકું.
મહારાજા સારંગદેવે બે ત્રણ વખત આમંત્રણ મોકલવા , છતાં પણ સંઘપતિએ ના જ કહી ત્યારે ચોથીવાર ખુદ મહારાજા સારંગદેવ આમંત્રણ આપવા આવ્યા. '
મહારાજાને મંત્રીશ્વર સંઘપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મહારાજા ! સંઘમાં આવેલા સર્વ સાધર્મિકોને આપ - જમવા માટે આમંત્રણ આપી શકતા હોય તે જ હું આવી શકું નહીંતર નહીં જ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org