________________
[ ૧૮ ]. ઝાંઝણશાએ વિ. સં. ૧૩૪૦ મહા સુદ પાંચમના દિવસે શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાદિ ૨૧ આચાર્યોની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા નિમિત્તે મંગલ પ્રયાણ કર્યું હતું. સંઘયાત્રામાં અઢી લાખ માણસ હતા. મહામંત્રી ઝાંઝણશા શ્રી સંઘમાં પધારેલા સાધમિકેની ભક્તિ કરવામાં જરા પણ ખામી ન આવે તેની ખૂબ જ કાળજી રાખતા હતા.
સવારમાં સર્વના જાગ્યા પહેલાં જાગતા અને શ્રી સંધ પ્રયાણ કર્યા પછીથી પિતાના બે હજાર અંગરક્ષકોને લઈ સંઘની પાછળ પાછળ સર્વની ખબર રાખતા પ્રયાણ કરતા હતા,
કણવટીના ભાટે જઈ સારંગદેવને ખબર આપી કે મહારાજ ! માંડવગઢના મહામંત્રી ગાંઝણશા મહાસંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની યાત્રા કરવા નીકળ્યા છે અને કર્ણાવટી તરફ પધારી રહ્યા છે.
આવા શુભ સમાચાર સાંભળતાં જ મહારાજા સારંગ દેવ હાથી ઉપર બેસી વિવિધ વાત્રે સહિત મહામંત્રી સામે ગયા, મહારાજા સારંગદેવ અને સંઘપતિ મહામંત્રી ઝાંઝણશા આનંદપૂર્વક પરસ્પર ભેટયા. સંઘમાં આવેલા પિતાના સાધમી બધુઓની સંઘપતિએ મહારાજા સારંગ દેવને ઓળખ આપી.
ત્યારપછી મહારાજા પિતાના રાજમહેલમાં જઈ નિજ મંત્રી દ્વારા રાજમહેલમાં જમવા માટે આમંત્રણ મોકલાવ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org