________________
[ ] અષ્ટાપદગિરિ, સમેતશિખરગિરિ વગેરે તીર્થોની પણ યાત્રા કરવાપૂર્વક ઉદ્ધાર કરાવ્યું હતું.
પ્રાંતે શ્રી દંડવીર્ય રાજા ભરત ચક્રીની જેમ આરિસાભવનમાં કેવલજ્ઞાન પામી મિક્ષસુખના ભાગી બન્યા હતા.
(૩) આ અવસર્પિણીમાં થયેલ બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનના મુખથી શ્રી શત્રુંજય મહાતીર્થનું માહાગ્ય સાંભળી, દ્વિતીય ચકી શ્રી સગર ચક્રવર્તિએ શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા નિમિત્તે મહાસંઘ કાઢી શ્રી શત્રુંજય મહાતીર્થે આવી, ઈન્દ્રના કથનથી શ્રી ઋષભદેવ ભગવાન વગેરેની રત્નમય મૂર્તિ સુવર્ણ ગુફામાં મૂકાવી, નૂતન પ્રાસાદ બનાવરાવી સુવર્ણમય મૂત્તિઓ સ્થાપન કરાવવાપૂર્વક એ મહાતીર્થને ત્રીજો ઉદ્ધાર કરાવ્યા હતા.
તેમ જ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થથી સંઘ સાથે પ્રયાણ કરી શ્રી વિતગિરિજી તીર્થ આવી, ત્યાં પણ એ જ પ્રમાણે નૂતન પ્રાસાદે બનાવવી શ્રી રેવતગિરિજી તીર્થને પણ ત્રીજો ઉદ્ધાર કરાવ્યું હતું.
ત્યાર પછી અન્ય તીર્થોની યાત્રા કરી અયોધ્યા, નગરીમાં પ્રવેશ કર્યા હતા. પ્રાતે સગરચકી ચાત્રિ સ્વીકારી, કેવલજ્ઞાન પામી તેર લાખ પૂર્વનું આયુષ્ય પૂઈ કરવાપૂર્વક મુક્તિપુરીમાં સિધાવ્યા હતા.
(૪) આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org