________________
1 ટ૭ ] સંસારી અવસ્થાને પ્રથમ પુત્ર શ્રી ભરત ચકવતિએ સુવર્ણના મંદિર સાથે પરમ શાસન પ્રભાવક મહાસંઘ કાઢી શ્રી સિદ્ધગિરિજી આદિ અનેક તીર્થોની યાત્રા કરવાપૂર્વક શ્રી સિદ્ધગિરિજી તથા શ્રી રેવતગિરિજીને પહેલે ઉદ્ધાર કરાવ્યો હતે.
ઈન્દ્રની આજ્ઞાથી શ્રી ભરત મહારાજાએ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર ૮૪ મંડપવાળે વિભ્રમ નામને મહાપ્રાસાદ કરાવી, તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની ચતુર્મુખ રનમય મનહર મૂર્તિ સ્થાપના કરી હતી. અન્ય પણ ત્રેવીસે ભગવાનના પ્રાસાદ કરાવી, તેમાં પણ દેહ અને વર્ણ પ્રમાણે જિનમૂત્તિઓ સ્થાપના કરી હતી.
શ્રી કદમ્બગિરિજી, હસ્તગિરિજી તથા ચર્ચગિરિજી વગેરે સ્થળોએ પણ પ્રાસાદ બંધાવી રત્નમય મૂત્તિઓ બિરાજમાન કરી હતી.
શ્રી રૈવતગિરિજી મહાતીર્થ પર ફિટિક રત્નમય સુરસંદર નામને પ્રાસાદ બંધાવી, તેમાં નીલમણીય શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપના કરી હતી.
મુખ્ય શિખરથી પશ્ચિમ દિશા તરફ એક એજનના આતરે સ્વસ્તિકાવત નામને પ્રાસાદ બંધાવી તેમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવા ઉપરાંત અન્ય વન-સુવર્ણરજત આદિની બનેલ જિનમૂત્તિઓ બિરાજમાગ કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org