________________
[ ૭૩ ]
આ સાંભળી વસ્તુપાલ મંત્રીશ્વરે કહ્યું, મહાનુભાવ! પરમ પવિત્ર એવા શ્રી શત્રુંજય તીર્થાધિરાજને સ્પર્શીને આવતા એ શ્રી સંઘની આ ઉડતી રજ-ધૂળ પણ પવિત્ર છે. આ રજ તે મને આજે પવિત્ર બનાવી રહી છે. મંત્રીશ્વરને આ જવાબ સાંભળી સહુ આશ્ચર્ય મગ્ન બન્યા.
મંત્રીધર વસ્તુપાલ અને સંઘપતિ પુનડ બને જણ ખૂબ ભાવથી ભેટયા. ત્યારપછી નગરમાં શાસન પ્રભાવનાપૂર્વક શ્રી સંઘને પ્રવેશ કરાવ્યા. પિતાના આંગણે શ્રી સંઘ પધારતાં ખૂદ મંત્રીશ્વર વતુપાલ જાતે જ સર્વનું બહુમાન કરે છે. સર્વ સાધમી બધુઓના દૂધથી પગ ધોઈ તિલક કરી સર્વને ઉચિત સ્થાને જમવા બેસાડે છે. ગુજરાતને મહામંત્રી આજે પિતાની જાતે સર્વને મીષ્ટ ભજન પીરસે છે અને ભજન પતી ગયા પછી પણ પિતાના તર ફથી સર્વને પહેરામણ આપે છે.
શ્રીસંઘની અનુપમ સેવા-ભક્તિને લાભ લેતાં બે પ્રહાર પસાર થવા છતાં મહામંત્રી વસ્તુપાલના મુખ પર સહેજ પણ લાનિ દેખાતી નથી કે દેહ થાકેલે જણાતું નથી. શ્રીસંઘની સમક્ષ હાર્દિક ભાવનાના પ્રબળ જેર નાચ કરતાં મંત્રીશ્વર બોલે છે કે
આજે શ્રી સંઘના ચરણસ્પર્શથી અમારું આંગણું પવિત્ર થયું. આજને મારો દિવસ ધન્ય બન્યા. આજે અમારી સર્વ આશા ફળી. આજે અમારા ભાગ્ય ખીલ્યાં કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org