________________
[ ૭૯ ] ધર્મવાસિત આપના આત્મામાં કર્યું દુઃખ ડખી રહ્યું છે તે જણાવે.
અશ્રુભીની આંખે ગદગદ કંઠે મંત્રીશ્વરે કહ્યું કે– હે સામંત ! નથી મને મરણને ભય કે નથી મને પુત્રની ચિંતા કે નથી મને રાજ્યપાટની ઈચ્છા, માત્ર હું મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યા નથી, તેનું મને ખૂબ દુખ થઈ રહ્યું છે.
આ સાંભળી સામતે એ હાથ જોડીને વિનતિ કરતાં કહ્યું કે-મંત્રીશ્વર ! આપની અપૂર્ણ રહેલી પ્રતિજ્ઞા અમને જણાવે. અમારાથી પૂર્ણ થશે તે અમે પુરી કરીશું અને નહિ થાય તેમ હશે તે આપના પુત્ર પાસે અમે અવશ્ય પુરી કરાવીશું.”
અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપના અને પુત્ર બાહડ અને ચાહડ આપના પગલે જ ચાલી આપની અપૂર્ણ રહેલી પ્રતિજ્ઞા અવશ્ય પૂર્ણ કરશે.
આ સાંભળી પરલોકમાં જવાની તૈયારી કરતા એવા ઉદયન મહામંત્રીના મુખમાંથી અંતિમ ઉદગાર નીકળ્યા કે
સામન્ત! શ્રી શત્રુંજય મહાતીર્થના જીર્ણ મંદિરને ઉદ્ધાર કરવાની મેં પ્રતિજ્ઞા કરેલી છે. મારાથી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન થઈ શકી પરંતુ હવે તમે એ મારી પ્રતિજ્ઞા બાહડ પાસે અવશ્ય પૂરી કરાવશો. આટલું બોલતાં જ મંત્રીશ્વરે અંતિમ શ્વાસ લીધે. એમને આત્મા પરકમાં ચાલ્યા ગયે.
આ સમાચારથી પિતાના વિચાગનું બને બધુને દુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org