________________
' (૧] એ સમયે મંત્રીશ્વરની દષ્ટિ દૂર ઉભેલી અને દરિદ્ર દેખાતી એવી એક વ્યકિત પર પડી. તે મંત્રીશ્વરની નજીક આવવાની કોશિશ કરી રહ્યો છે પણ લેકે આવવા દેતા નથી.
તત્કાલ મંત્રીશ્વરે એ વ્યક્તિને પિતાની પાસે બોલાવ્યા અને પૂછયું કે ભાઈ ! તું કોણ છે? શા માટે અહિં આવ્યો છે? પાસે બેઠેલા મલિન વઢવાનું વ્યક્તિએ કહ્યું કે
મરીરાજ! હું અહીંથી થોડે દૂર રહેવાશી છું. મારું નામ ભીમે છે. મને લેકા ભીમા કંડલીયાના નામે ઓળખે છે. ઘી વેચીને જીવન ચલાવું છું. પાંચ દ્રમનું ઘી લઈને વેચવા નીકળ્યું હતું. બે દ્રમ કમા છું, અને સાત દ્રમની મારી સર્વસ્વ મૂડી લઈને હું અહિં આવી જીંદગીમાં પહેલી જ વાર દાદા આદિનાથ ભગવાનના દર્શન કરી પવિત્ર થ છું. એક દ્રમનાં પુષ્પ-ફૂલ લઈ ભગવાનને ચઢાવ્યા છે, અને એક દ્રમ ભંડારમાં નાખે છે. હવે મારી પાસે માત્ર પાંચ જ દ્રમ છે એમ કહી પિતાને ખેશના છેડેથી છોડી મંત્રીશ્વરના હાથમાં એ પાંચ ક્રમ મૂકી ભીમ કંડલી છે કે, આ મારી સર્વસવ મૂડી આપ આ તીર્થના દ્વારમાં ગ્રહણ કરો.' - મંત્રીશ્વરે એની હાર્દિક ભાવના અને ભાલાસ જોઈને
એ પચે દ્રમ ગ્રહણ કર્યા એટલું જ નહીં પણ ટીપના કાગળીયામાં લખાએલા સ નામની ઉપર ભીમા કુંડલી યાનું પહેલું નામ લખી દીધું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org