________________
( ૮૧] ત્યારબાદ મત્રીશ્વરે તુરત જ પાલીતાણા પહેચી, શિલ્પી એને બોલાવી છદ્ધાર કરાવેલ અને ફાટી ગયેલ જિનમંદિરની વિગત પૂછી. ત્યારે શિલ્પીઓએ જણાવ્યું કે
મંત્રીશ્વર ! ભમતીવાળું જિનમંદિર બનાવ્યું હતું. ઉંચી ભૂમિ હોવાથી પવન ખૂબ ભમતીમાં ભરાઈ જતાં પવનના જે મંદિર ફાટી ગયું છે.
આ સાંભળી મંત્રીશ્વરે કહ્યું. શિલ્પીએ ! હવે જમતી વિનાનું જિનમંદિર બાંધે!
| શિલ્પીઓએ કહ્યું, મંત્રીશ્વર ! ભમતી વિનાના જિનમંદિરથી સંતતિ વધતી નથી એ શિલ્પને નિયમ છે.
ભલે! એમ હોય. સંતતિની ખાતર જિનમંદિરને જોખમમાં મૂકવું એ વ્યાજબી નથી. આપણે તે ભમતી વિનાનું જિનમંદિર બનાવવું છે.
મંત્રીશ્વરના કહેવા મુજબ ભમતી વિનાનું જિનમંદિર બનાવવાને નિશ્ચય થતાં શિલ્પીઓ ફરીને પણ કામ કરવા માટે તૈયાર થયા અને કામની તડામાર તૈયારીઓ કરવા - લાગ્યા.
આ બાજુ સેરઠના સંઘને ખબર પડતાં તત્કાલ સંઘના અગ્રગણ્ય શ્રાવકે પણ ગિરિરાજની તળેટીમાં આવી પહેંચ્યા છે અને મંત્રીશ્વરને કહેવા લાગ્યા કે મંત્રીશ્વર ! આ સોરઠને સંધ આપને કંઈક વિનંતિ કરવા આવ્યો છે. શ્રી સંઘની વિનંતિને અવશ્ય સ્વીકારવી જ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org