________________
[ ૭૪ ] [૨૭] તીર્થભક્તિ
આત્માને ઉજજવલતામાં લાવવા માટે તેની સામે ઉત્તમ સાધન અવશ્ય જોઈએ જ. સાધન વિના સાધ્ય સિદ્ધ થઈ શકતું નથી.
શ્રી અરિહંતદેવેની અનન્ય ઉપાસના એ જ સર્વોત્તમ સાધન છે. હૃદયમાં જિનભક્તિ જ્યારે પ્રકટે ત્યારે તીર્થભક્તિ પણ પ્રકટ થયા વિના રહે નહિ.
સાચી તીર્થભક્તિ પ્રકટ્યા સિવાય તીર્થસ્થાને પ્રત્યે ઉપેક્ષાભાવી રહ્યા કરે છે.
પવિત્ર એ તીર્થોની-તીર્થ સ્થાનની કઈ દશા થઈ રહી છે? ક્યાં ક્યાં તીર્થોદ્ધારની જરૂર છે? કયાં ક્યાં જીણું થયેલાં જિનમંદિરનો જીર્ણોદ્ધારની જરૂર છે? ઈત્યાદિ એ સર્વ ખ્યાલ તીર્થયાત્રા કરનારને અવશ્ય આવી શકે છે. અને એને ઉંદ્ધાર કરવા-કરાવવાની ભાવના ઉદભવતાં સક્રિય પ્રયત્ન તે કરે છે.
આ અંગે પાટણના મહામંત્રી ઉદયનનું જવલંત ઉદા. હિરણ નીચે પ્રમાણે છે.
ગુજરાત-પાટણને મહારાજા કુમારપાલના મહામંત્રી ઉદયન સૌરાષ્ટ્ર સોરઠમાં સમાજની સામે યુદ્ધ-લડાઈ - કરવા જઈ રહ્યા છે. માર્ગમાં મહામંત્રીને એ વિચાર આવ્યા
કે-હું તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજને ભેટીને જ જાઉં! - એમ વિચારી તુરત જ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org