________________
ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ,
તરીએ સંસાર તીરથની. ૧ આશાતના કરતા થકા ધનહાણી,
ભૂખ્યા ન મળે અન્નપાણી, કાયા વળી વેગે ભરાણી,
આ ભવમાં એમ. તીરથની ૨ પરભવ પરમાધામીને વશ પડશે,
વિતરણ નદીમાં ભળશે અગ્નિને કુડે બળશે, નહીં શરણું કાય. તીરથની ૩ ઉત એ ઢાળની આઠ ગાથાઓમાંથી ત્રણ જ ગાથા અહીં જણાવી છે. તેને અર્થ
આ શત્રુંજય મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે થાનઘટાને જોડીએ તે આ સંસારને તરી જઈએ. ૧
તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે, શરીર રોગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી સ્થિતિ પ્રાપ્ત થાય. ૨
તીર્થની આશાતના કરનાર છે પરભવમાં પરમાધામીને વશ પડે, તેઓ વૈતરણી નદીમાં વહેવરાવે, અગ્નિકુંડમાં બાળે. ત્યાં તે અને કોઈ શરણભૂત નથી. ૩
અરે ! તીર્થ આશાતના કરવાથી કેવાં માઠાં ફળ-દુખ લેવધા પડે છે, આ ભવમાં અને પરભવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org