________________
[ ૫૮ ] ત્યાગ. જ્યારથી ભાવુક યાત્રિક તીર્થયાત્રામાં કે સંઘયાત્રામાં પ્રયાણ કરે છે ત્યારથી તે ઘર અને વ્યાપાર આદિ સલ્બધી સર્વ પ્રકારના પાપારંભને-પાપસમારંભને ત્યાગ કરે છે.
આમ કરવાથી આત્મામાં આવતા અશુભ વિચારે બંધ થઈ જાય છે. એને લઈને અશુભ કર્મને બંધ પણ અટકી જાય છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પૈકી એ પહેલું ફળ છે.
૨. દ્રવ્યની સફળતા–એટલે લક્ષમીને સદુપયેગ. તીર્થયાત્રા કરવા નીકળેલ ભાવુક યાત્રિક તીર્થસ્થાનમાં સુપાત્રબુદ્ધિથી જિનમદિરાદિ તે ક્ષેત્રમાં, અનુકંપાબુદ્ધિથી દીન, દુઃખી, અશરણ જીવને સહાયતા કરવામાં અને જીવદયા વગેરે કાર્યોમાં સ્વદ્રવ્યને એટલે પિતાની લક્ષમીને સદુપયોગ કરે છે..
આ રીતે દાનધર્મને અપનાવતાં સ્વદ્રવ્યની સફળતા દ્વારા મહાન પુણ્ય ઉપાર્જન કરે છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પિકી એ બીજું ફળ છે.
૩. સંઘવાત્સલ્ય—એટલે ચતુર્વિધ સંઘની ભક્તિ. વિધિપૂર્વક તીર્થયાત્રા-સંઘયાત્રા કરનારને સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાને અત્યુત્તમ લાભ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org