________________
અત્યત આદર અને બહુમાનપૂર્વક સાધુ-સાધ્વીઓને સંયમ પયગી સર્વ વરતુઓ શ્રદ્ધાથી આપે. .
વળી સાધર્મિક શ્રાવક-શ્રાવિકાવર્ગને પણ સ્વશક્તિ પ્રમાણે પહેરામણી વગેરે આપીને સત્કારે. દેવ-ગુરુ-ધર્મના ગુણ ગાનારા એવા યાચકે આદિને પણ ઉચિત લાગે તે રીતે દાન આપવા પૂર્વક તૃપ્ત કરે.
સંઘનું પ્રયાણ થવા પહેલાં સંઘની સર્વ વ્યવસ્થા સર્વસ્થ વ્યવસ્થિત રહે અને તેનું ધ્યાન રાખે એવી એક મુખ્ય કમીટી-સમિતિ નીમવી. તેની અંતર્ગત કામ કરનારી પણ નાની નાની અનેક કમીટી નીમવી. સર્વ અધિકારવાળા એક મુખ્ય સંચાલકને સર્વ જવાબદારી સોંપવી. તે કમીટી, સમિતિની સલાહ અનુસાર કામ કરે, અને જરૂર પડે ત્યાં વિશેષકાર્ય અને સંઘપતિને પૂછે.
સંઘને કરવાની મુસાફરી, ઉતરવાના સ્થાને અને સ્થિરતા કરવાની મર્યાદા આદિ સર્વ કાર્યક્રમોની પહેલાથી સંઘમાં જાહેરાત કરાવે.
સંઘનું પ્રયાણ કર્યા પછી રસ્તામાં શ્રી સંઘની સારી રીતે સંભાળ કરવા પૂર્વક જ્યાં જ્યાં નગર, શહેર કે ગામમાં જિનમંદિરે આવે ત્યાં ત્યાં નાત્રપૂજા ભણાવે, મહાધ્વજ ચઢાવે અને સર્વ ચિત્યની યાત્રા કરવા પૂર્વક પૂજાનાં ઉપકરણ તથા મંદિરને એગ્ય ઉત્તમ સાધને આપે. તેમજ શક્તિ પ્રમાણે જીર્ણોદ્ધાર કરાવે, સાધર્મિકોને ઉદ્ધરે, જીવડ્યા પળાવે ઇત્યાદિ શાસનની પ્રભાવના કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org