________________
૪]
આ વિધિપૂર્વક તીર્થયાત્રા કરનાર ભવ્યાત્માને કર્મ સંયોગ કદાચ ઉત્કૃષ્ટ ભાલ્લાસ ભલે ન આવ્યા હોય તે પણ તે આસન્નસિદ્ધિ, એટલે મેક્ષનું સમીપપણું અવશ્ય પામે છે.
સંસારમાં પરિમિત ભ્રમણ કરીને પણ તે ભવ્યાત્મા જલ્દી મોક્ષમાં જાય છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પૈકી એ દશમું ફળ છે.
૧૧. સુરનરપદવી–એટલે ઉચ્ચ દેવપણું અથવા ઉચ્ચ મનુષ્યપણું.
વિધિપૂર્વક તીર્થયાત્રા કરનાર ભવ્યાત્મા જયાં સુધી સકલ કર્મને ક્ષય કરવા પૂર્વક મિલમાં ન જાય ત્યાં સુધી તેને પણ સંસારમાં દેવરૂપે દેવગતિમાં અથવા મનુષ્યરૂપે મનુષ્યગતિમાં જન્મ લે પડે છે. ત્યાં પણ તે ભવ્યાત્મા રાજાની કે મહારાજાની, સ્વામિની કે ઈન્દ્ર આદિની મહાપદવીઓ પામે છે. તેના માટે દુર્ગતિના દ્વારા બંધ થતાં સદ્ગતિના દ્વાર ખુલ્લાં રહે છે.
અંતિમ ભાવમાં મનુષ્યજન્મ પામી, સંયમ સ્વીકારી, સકલ કર્મને ક્ષય કરી તે ભવ્યાત્મા મોક્ષસુખને પામે છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળો પૈકી એ અગીયારમું ફળ છે.
ઉકત એ ઉત્તમ અગીયાર ફળ પ્રાપ્ત કરવા હેય તે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org