________________
[ ૩૨ ] વચનથી-વિષયવિકાર ઉત્પન્ન કરે એવા અપશબ્દાદિક બોલવા નહી કે તત્સંબધી વાત પણ કરવી નહીં. - કાયાથી-કોઈ પણ સ્ત્રીના શરીરને સંસર્ગ કરે નહીં * કે કામવર્ધક એવી ચેષ્ટાઓ પણ કરવી નહીં.
તીર્થયાત્રાના પ્રસંગમાં તે બ્રહ્મચર્યનું મન-વચનકાયાથી અવશ્ય પાલન થવું જ જોઈએ.
યાત્રિક માટે બ્રહ્યચર્યનું પાલન અત્યાવશ્યક છે. તેનાથી જ ચિત્ત સ્વસ્થ, પવિત્ર અને કેમળ રહી શકે છે.
એ બ્રહ્મચર્યનું પાલન કરનાર બ્રહ્મચારી જ તીર્થમાંથી ભવસિપુતારક શુભ પ્રેરણાઓ પ્રાપ્ત કરી શકે છે.
આત્માની અપૂર્વ શુદ્ધિ અને પરબ્રહ્મ કહેતાં મિક્ષની પ્રાપ્તિ એ બ્રહ્મચર્યથી પામી શકાય છે.
અઢાર હજાર ભાંગાવાળું અને નવાવાડથી સમલકૃત એ બ્રહ્મચર્ય સર્વ વ્રતને સમ્રાટ છે. તેનું જીવનભર પાલન સંસારી સર્વ છે માટે શ્રેષ્ઠતમ છે.
“છ-રી” પૈકી આ “બ્રહ્મચારી છઠ્ઠી “રી છે,
ઉક્ત એ “છ-રી”નું પાલન તીર્થયાત્રામાં કરનાર યાત્રિકની તીર્થયાત્રા સફળ થાય છે. (૧૮) તીર્થયાત્રા સમયનાં છ કર્તવ્યો.
તીર્થયાત્રામાં યાત્રિકને “છ-રી'ના પાલનની માફક અન્ય “છ કર્તવ્યો પણ અવશ્ય કરવાનાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org