________________
[૪૦ ] માનસિક પવિત્રતા જાળવવા માટે યાત્રિકે વિષય અને કષાયથી પણ દૂર રહેવું જોઈએ.
(૨) વાચિક પવિત્રતા–એટલે વાણી વચન સમ્બધી પવિત્રપણું
તીર્થયાત્રામાં યાત્રિકે વાચિક પવિત્રતા અર્થાત વાણી -- વચનને સંયમ અવશ્ય શખ જોઈએ.
કદી પણ તીર્થના, તીર્થયાત્રાના, સંઘયાત્રાના કે ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા ન જોઈએ. કોઈની પણ નિંદાકુથલી કરવી ન જોઈએ. અસત્ય, અશ્લીલ કે કટુ ભાષા બોલવી ન જોઈએ. - મૈથુન સંજ્ઞાને પિષનાર-ઉત્તેજિત કરનાર એવી સ્ત્રીકથાને, આહાર સંજ્ઞાને પિષનાર એવી જનકથાને, તથા ભયસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાને પોષનાર એવી દેશક્યા ને રાજકથાને પણ તિલાંજલિ દેવી જોઈએ. આમ કરવાથી દાન, શીલ, તપ અને ભાવતું આરાધન સારી રીતે થઈ શકશે.
વાણું-વચન ઉપર કાબુ રાખી તીર્થના, તીર્થયાત્રાના સંઘયાત્રાના કે ચતુર્વિધ સંઘના ગુણાનુવાદ અવશ્ય કરશે.
વાણી-વચનની પવિત્રતા રાખશે. (૩) કાયિક પવિત્રતા–એટલે શરીર સંબંધી પવિત્રતા,
તીર્થયાત્રામાં યાત્રિકે અંગશુદ્ધિ, આચરણવિશુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ. પુરુષ કે સ્ત્રીએ રેગાદિ કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org