________________
( ૪૪] મંદિરમાં લાંઘવા બેસવું, (૨૫) સ્ત્રીઓ સાથે વિકારપૂર્વક હસવું કે બોલવું, (૨૬) ખરાબ વર્તન કરવું, (૨૭) મુખ કેષ આધ્યા સિવાય પ્રભુપૂજન કરવું, (૨૮) મલીન શરીર કે વસ્ત્ર વગેરેથી પૂજન કરવું, (૨૯) પ્રભુપૂજામાં મનને એકાગ નહિ કરતાં ચંચળ-ચપલ કરવું, (૩૦) પુષ્પ વગેરે સચિત્ત વસ્તુઓ વશરીર પર પહેરી રાખવી. (૩૧) સ્વરીર પર રહેલાં એવા અચિત્ત અલંકાર-આભરણે આદિ જિનમંદિરમાં જતાં પહેલાં કે ત્યાં ગયા પછી અંગ પરથી કાઢી નાખવાં, (૩૨) સ્વશરીર પર ઉત્તરાસંગ સાંધાવાળુંફાટેલું રાખવું અથવા તે ઉત્તરાસંગ રાખવું જ નહીં, (૩૩) જિનમૂર્તિનાં દર્શન થતાં બે હાથ જોડીને પ્રણામ નમસ્કાર કરે નહીં, (૩૪) જિનમૂર્તિનાં દર્શન કરવા છતાં પણ પૂજા કરવી નહીં અથવા તે પ્રભુપૂજા કરવા માટે સાધન-સામગ્રી હોવા છતાં પણ પૂજા કરવી નહી, (૩૫) ખરાબ પુષ્પથી, ચંદનથી કે કેશરાદિકથી પ્રભુપૂજન કરવું, (૩૬) પ્રભુપૂજા પ્રમુખ કાર્યો અનાદર પૂર્વક કરવાં, (૩૭) સ્વસામર્થ્ય-શક્તિ હેવા છતાં પણ શ્રી જિનેન્દ્રદેવની નિંદાદિ કરતાં એવા છેને નિંદાદિકથી અટકાવવા નહીં, (૩૮) ચિત્યદ્રવ્યના થતા વિનાશને અટકાવવામાં સામર્થ્ય અને
અધિકાર હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરવી. (૩૯) પગરખાં પહેરવાં, અને (૪૦) દ્રવ્યપૂજા બાકી હોવા છતાં પણ
પહેલાંથી ચિત્યવંદન વગેરે ભાવપૂજા કરવી. જિનભવનજિત્ય-જિનમંદિરાદિ સ્થાનમાં એ કાર્યો કરવાથી ઉક્ત
એ ચાલીશ મધ્યમ આશાતનાઓ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org