________________
[ ૧૮ ] (૧) એકાહારી-એક ટક ભજન.
તીર્થયાત્રા કરનાર યાત્રિકે પ્રતિદિન એામાં ઓછું એકાશન એટલે એકાસણાનું તપ કરવું જોઈએ.
તીર્થયાત્રામાં ત્રણ ટંક-અધિક ટંક ભોજન કરવું એ ઉચિત નથી. તેમાં તે યાત્રિકને આહારત્યાગની ભાવનાએ જ રહેવાનું હોય છે. આહારસંશા પર કાબૂ રાખી વિજય મેળવવાનો હોય છે.
જે યાત્રિકે એકાસણું આદિ તપ પણ કરી શકતા ન હેય તેમણે સવારે નમુક્કારસહિઅંનું પચ્ચખાણ અને સાંજે અશન-પાન-ખાદિમ-વાદિમ એ ચાર આહારના ત્યાગરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ.
વળી તીર્થયાત્રામાં અકથ્ય અને અભક્ષ્ય વસ્તુને તે સર્વથા ત્યાગ કરે જોઈએ. તેમ જ રાત્રિભેજનને જીવનભર તિલાંજલિ દેવી જોઈએ. તીર્થયાત્રામાં તે કદી પણ શત્રિભેજન કરાય જ નહીં એમ સમજી રાખવું જોઈએ.
છ-રી” પૈકી આ એકાહારી પહેલી ફી છે.
(૨) ભૂમિસંથારકારી (ભૂમિ-ભૂશયનકારી) એટલે ભૂમિ-જમીન પર સંથારે ક.
અર્થાત્ તીર્થયાત્રા કરનાર યાત્રિકે ભૂમિ-જમીન પર ઉનનું સંથારિયું પાથરી અને ઉપર ચાદર નાખી સૂઈ રહેવું જોઈએ,
તીર્થયાત્રામાં પલંગ, ગાદલા, ગેઇડા, મુલાયમ ગાદીએ કે સુંવાળી રજાઈઓ વગેરે વાપરવા ન જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org