________________
[ ૧૮ ] મન ચંગા તે કથરોટમાં ગંગાજે મન ચંગ એટલે પવિત્ર હોય તે કથરોટમાં જ ગંગા સરિતા છે. '
અર્થાત-મન પવિત્ર હોય તે અહીં જ તીર્થ છે.
સર્વ તીર્થોની યાત્રા અહીં જ થઈ ગઈ. દુર દેશાવર જવાની જરૂર નથી.
અને મન ચંગુ-પવિત્ર ન હોય તે પછી ગમે તેવી તીર્થયાત્રાઓ કરવાથી પણ શું?
આ રીતે કહેનારે દીર્ઘદ્રષ્ટિથી વિચારવું જોઈએ કે મન એમને એમ ચંગુ-પવિત્ર થતું નથી. મનને પવિત્ર બનાવવું સહેલું નથી. ઘણું જ દુષ્કર છે. તેથી જ કહ્યું છે કે
“ सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः ।।
सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तरोधनम् ॥ १ ॥
–અંગવિભૂષાને ત્યાગ કરીને મેલા રહેવું તે સહેલું છે, અન-જલને ત્યાગ કરીને તપ કરવું એ પણ સહેલું છે, અને અક્ષનિરોધ એટલે ઇન્દ્રિયે નિગ્રહ કરે એ પણું સહેલું છે, પરંતુ ચિત્તરોધ એટલે મનની વૃત્તિઓને રોધ કરે એ દુષ્કર છે. (૧)
મર્કટની માફક ચંચલ-ચપલ એવા મનને પવિત્ર બનાવવા માટે, તેનું વશીકરણ કરવા માટે અને તેને કાબુમાં રાખવા માટે અનેકવિધ ઉપાયે કરવા પડે છે.
તે પૈકીને એક ઉપાય આ તીર્થયાત્રા પણ છે. માટે જ પ્રતિવર્ષ તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org