________________
[ ૨૧ ] તે તીર્થયાત્રા કરનારા યાત્રિક પામી શકે છે. જુઓ –
(૧) પુદયે ભાવુકોને તીર્થયાત્રા કરવાની શુભ ભાવના થાય છે.
(૨) પરમ પવિત્ર તારક એવા તીર્થસ્થાનમાં જવાથી અંતકરણ-હદયમાં હર્ષોલ્લાસપૂર્વક ઉત્તમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે.
(૩) તીર્થભૂમિના પવિત્ર રજકણના સ્પર્શથી યાત્રિકને આત્મા કર્મના રજકણથી રહિત થતું જાય છે.
(૪) તીર્થસ્થાનમાં ભ્રમણ-પરિભ્રમણ કરનાર ભવ્યાત્માનું ભવભ્રમણ પણ દૂર થાય છે.
(૫) તથની પવિત્રતા યાત્રિક જીવનને પવિત્ર-નિર્મળ બનાવે છે.
(૬) તીર્થસ્થાને અને તારક તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિએના સ્પર્શથી યાત્રિક આત્મામાં ભક્તિપૂર્વક ભાલ્લાસ ખીલી ઉઠે છે.
(૭) તીર્થયાત્રામાં વીતરાગદેવની પ્રશાંત મનોહર મૂર્તિના દર્શનાદિકથી યાત્રિક આત્મા પિતાની માનસિક અને શારીરિક વ્યથા-પીડાઓને ભૂલી જાય છે, ચંચલ ચિત્તવૃત્તિઓને રોકી દે છે અને કોઈ અલૌકિક આનંદને અનુભવ કરે છે. . () તીર્થયાત્રામાં ભગવાનના દર્શનમાં, પૂજનમાં, સંગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org